Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સાઈકલિંગનો આનંદ માણતી મહિલાઓ

Bicycle Day:ચાળીસી વટાવ્યા બાદ પણ હોંશે હોંશે સાઈકલ શીખી અને કેળવ્યો આત્મવિશ્વાસ

સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, પ્રદુષણ ઘટે, વજન ઘટાડવવામાં પણ મદદ કરે, માનસિક શાંતિ આપે અને અદ્ભૂત આનંદ તો ખરો જ, સાઈકલ ચલાવવાના આવા અનેક ફાયદા છે, જેના વિશે તમે જાણો જ છે. પરંતુ શું તમે જાણો છે..? સાઈક્લિંગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી જીવન જીવવાનો ઉત્સાહ પણ વધારે છે. આજે વર્લ્ડ બાઈસિકલ ડે (World Bicycle Day)છે, ત્યારે આપણે કેટલીક એવી મહિલાઓની વાત કરીશું, જેમણે ઉંમરની અડધી સદીએ પહોંચ્યા બાદ પણ સાઈકલ શીખવાની ધગશ બતાવી અને આત્મવિશ્વાસ કેળવ્યો છે, સાથે સાથે સાઈક્લિંગ કરી જીદંગીનો અદ્ભુત આનંદ માણ્યો છે. આ ઉપરાંત શારીરિક ફાયદા તો મેળવ્યા જ છે. સાથે સાથે આપણે સાઈકલ મેયર ચિરાગ શાહ વિશે પણ વાત કરીશું, જે `મેં ચલાઉંગી` અભિયાન હેઠળ મહિલાઓને ફ્રીમાં સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે. 

03 June, 2022 02:37 IST | Mumbai
હેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે

હેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે

જો ક્યારેક તમને ખબર પડે કે જે વસ્તુઓ તમે રોજ હેલ્ધી સમજીને ખાઓ છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો તમારી ચિંતા વ્યાજબી છે. હા ખરેખર કેટલીક એવી ભૂલો લોકો શાકભાજી અને ફળનું સેવન કરતી વખતે કરતા હોય છે. જાણો શું છે તે ભૂલો...

17 January, 2021 06:48 IST |
આખરે કેટલો સમય સુધી વાપરી શકાય ફ્રિજમાં રાખેલો ખોરાક, નહીંતર થઇ શકે છે આ

આખરે કેટલો સમય સુધી વાપરી શકાય ફ્રિજમાં રાખેલો ખોરાક, નહીંતર થઇ શકે છે આ

અનાજ વેસ્ટ ન કરવું જોઇએ, એ તો આપણને બધાને ખબર છે, પણ મોટાભાગે એવું જોવા મળે છે કે જેમના ઘરમાં ફ્રિજ છે, તે વધેલો ખોરાક ફ્રિજમાં રાખી દે છે અને જ્યારે મન થાય ત્યારે કાઢીને ખાઇ લે છે. ખાસ કરીને શહેરોમાં આવું જોવા મળે છે, કારણકે કામ કરનારા લોકોની સંખ્યા અહીં વધું હોય છે તો ભોજન બનાવવાનો સમય પણ ઓછો હોય છે. એવામાં તે લોકો એક જ વાર જમવાનું બનાવીને ફ્રિજમાં રાખી દેતા હોય છે અને ઘણાં દિવસ સુધી તે ખાતા હોય છે.

30 November, 2020 04:11 IST |
‘વર્ક ફ્રોમ હોમ’ કર્મચારીઓ માટે છે માથાનો દુ:ખાવો? જાણો શું કહે છે સર્વે

‘વર્ક ફ્રોમ હોમ’ કર્મચારીઓ માટે છે માથાનો દુ:ખાવો? જાણો શું કહે છે સર્વે

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે હવે ‘વર્ક ફ્રોમ હોમ’ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ખરેખર વરદાન છે કે શાપ એ જાણવા જેવું છે. આવો જોઈએ શું કહે છે સર્વે... (પ્રતીકાત્મક તસવીરો)

29 November, 2020 03:20 IST |
લસણ સાથે આ વસ્તુનું કરો સેવન, થશે આ બધાં લાભ

લસણ સાથે આ વસ્તુનું કરો સેવન, થશે આ બધાં લાભ

ઘણી એવી ઘરગથ્થૂ વસ્તુઓ હોય છે, જે શરીર માટે લાભદાયક હોય છે. જેમ કે લસણ અને મધ. લસણના ફાયદા તો તમે જાણતા જ હશો. આયુર્વેદમાં લસણને પ્રભાવી ઔષધીઓમાંની એક માનવામાં આવી છે, કારણકે આ અનેક રોગોની સારવારમાં લાભદાયક છે. તો મધને પણ એક સંપૂર્ણ આહાર જ માનવામાં આવે છે. આના સેવનથી પણ શરૂરને જરૂરી બધાં પોષક તત્વો મળે છે. એટલે જ આ બન્ને ઘરગથ્થું વસ્તુઓને ગુણની ખાણ કહેવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓનું એક સાથે સેવન કરવામાં આવે તો કેટલાય ફાયદા થઈ શકે છે જાણો તેના લાભ વિશે...

27 November, 2020 08:05 IST |
જો આ લક્ષણો દેખાય, તો તરત બંધ કરી દો ઇમ્યુનિટી વધારનાર આયુર્વેદિક ઉકાળો

જો આ લક્ષણો દેખાય, તો તરત બંધ કરી દો ઇમ્યુનિટી વધારનાર આયુર્વેદિક ઉકાળો

કોરોનાવાયરસ સંક્રમણથી બચવા માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ઇમ્યૂનિટી વધારવાની સલાહ આપી રહ્યા છે. એવામાં દેશમાં ઇમ્યૂનિટી બૂસ્ટર ઉકાળા ચર્ચામાં છે. આ ઘાતક વાયરસથી બચવા આયુષ મંત્રાલયે ઉકાળો બનાવવાની વિધિ પણ જણાવી છે. પણ તમે આ જાણીને ચોંકી જશો કે કોઇપણ આયુર્વેદિક ઔષધી હંમેશાં હવામાન, પ્રકૃતિ, ઉંમર અને સ્થિતિ જોઇને આપવામાં આવે છે. જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે, તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. જાણો આ ઉકાળાની અતિશયોક્તિથી થતા ગેરલાભ વિશે...

24 November, 2020 06:34 IST |
કેવુ છે ‘ન્યૂ નોર્મલ’નું શારિરીક અને માનસિક ફીટનેસ જગત?

કેવુ છે ‘ન્યૂ નોર્મલ’નું શારિરીક અને માનસિક ફીટનેસ જગત?

મહારાષ્ટ્રમાં સરકારે જીમ ફરી શરૂ કરવાનો નિર્ણય લેતા કોરોના બાદ ફરી લોકો જીમમાં જઈને પોતાની ફીટનેસ ઉપર ધ્યાન આપી રહ્યા છે. જોકે લાંબો સમય સુધી ચાલેલા લૉકડાઉનમાં લોકોએ ફીટનેસ ઉપર ધ્યાન રાખવાના અમૂક વિકલ્પો શોધ્યા હતા. શારિરીક ઉપરાંત માનસિક ફીટનેસમાં લૉકડાઉન અને લૉકડાઉન બાદના ‘ન્યૂ નોર્મલ’માં શું ફરક જોવા મળ્યો છે તે બાબતે અભિનેતા, પર્સનલ ટ્રેનર, સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ, સાયકોલોજીસ્ટ, જીમ ટ્રેનર, ન્યુટ્રીશન એક્સપર્ટ, હિલર, એક્સેસ બાર પ્રેક્ટિશનર, રેકી હિલર તેમ જ જીમમાં લાંબો સમયથી જનારા અને લૉકડાઉનના થોડા સમય પહેલા જ જીમમાં જનારા લોકોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચિત કરીને શારિરીક અને માનસિક ફીટનેસ બાબતે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.  

09 November, 2020 02:26 IST |
વજન ઘટાડવા માટે બેસ્ટ છે બેલી ડાન્સ, કરો આ તસવીરો પર એક નજર

વજન ઘટાડવા માટે બેસ્ટ છે બેલી ડાન્સ, કરો આ તસવીરો પર એક નજર

મોટાભાગની સ્ત્રીઓને બેલી ડાન્સ પસંદ હોય છે. ઘણી મહિલાઓને પોતાના પર અજમાવી જુએ છે અને ઘણીત સ્ત્રીઓ એમાં ઉતરી જાય છે. બેલી ડાન્સિગ ન ફ્કત એક સારૂ ડાન્સ ફૉર્મ છે, પરંતુ ઑસ્ટ્રેલિયાના ફ્લિંડર્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસ મુજબ, બેલી ડાન્સ પહેલાં કરતાં વધુ સારી રીતે ઈમેજ વિકસાવવામાં મદદ કરે છે. બીજુ શું છે? બેલી ડાન્સ પણ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને વર્કઆઉટ માટે એક મહાન માર્ગ છે. અમે તમારા માટે બેલી ડાન્સિગના કેટલાક આશ્ચર્યજનક સ્વાસ્થય લાભ લઈને આવ્યા છે.

01 October, 2020 01:42 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK