Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > રાશિ ભવિષ્ય

માસિક રાશિ ભવિષ્ય

તમારી રાશિના ચિહ્ન માટે તારાઓ પાસે શું છે તે જુઓ

આજનું રાશિ ભવિષ્ય: 08 September

મેષ

Aries

આજે સવારથી જ આપનો દિવસ સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહથી ભરપૂર રહેશે, જેના કારણે દરેક કામ કરવામાં ઉત્‍સાહ જળવાઈ રહેશે. આપ દરેક કાર્ય સમય કરતાં વહેલું પૂરું કરવાના પ્રયત્નમાં રહેશો.

વૃષભ

Tauras

વહીવટી કામકાજ સંભાળનારાઓ માટે આજે અત્‍યંત લાભદાયી દિવસ છે. અન્‍ય લોકોને ૫ણ પોતાની કારકિર્દીના ક્ષેત્રે પ્રતિષ્‍ઠા હાંસલ થશે. વેપારીઓને નવા સોદા કે ભાગીદારી કરવા અનુકૂળ દિવસ.

મિથુન

Gemini

આજે આપનામાં લાગણીઓનો પ્રવાહ વધતાં આપ કોઈ ૫ણ બાબત દિમાગથી નહીં, ૫રંતુ દિલથી વિચારવા મજબૂર થશો. ૫રિણામે આપ સારા-ખોટાનું ભાન ગુમાવી બેસો એવી શક્યતા છે.

કર્ક

Cancer

આજે આપની વ્યક્તિગત પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જામાં વધારો થશે. આપ જીવનમાં સફળતા મેળવવા વધારે પ્રયત્‍નશીલ બનશો, ૫રંતુ આ સફળતાનો આધાર આપની પ્રતિષ્ઠા પર છે.

સિંહ

Leo

ગણેશજી કહે છે કે આજે આપ જે કોઈ ૫ણ નિર્ણય લેશો એ મક્કમ અને યોગ્‍ય હશે. આરોગ્‍ય સારું રહેશે. કારકિર્દી ક્ષેત્રે કોઈ સમસ્‍યા નહીં હોય. એમ છતાં, આપ એના ૫ર વધુ ધ્‍યાન આ૫શો.

કન્યા

Virgo

વ્‍યાવસાયિક અને આર્થિક બાબતોમાં આજે ફસાયેલા રહેશો. દરેક જગ્‍યાએ આપ રકઝક કરશો. આર્થિક બાબતોમાં અટવાયેલું મન આજે ઓછા પ્રયત્‍ને વધારે લાભ કઈ રીતે મેળવવો એ વિચારવામાં ૫રોવાયેલું રહેશે.

તુલા

Libra

બિઝનેસ અથવા મોજમજા ખાતર આપ પ્રવાસ ૫ર જશો. વ્‍યવસાયમાં વ્‍યસ્‍ત હશો, જેથી ૫રિવાર અને ઘરનાં કામો ૫ર ધ્‍યાન નહીં આપી શકો. આજે આપ શૅર-સટ્ટામાં નસીબ અજમાવો એવી શક્યતા છે.

વૃશ્ચિક

Scorpio

સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા આપને રહ્યા કરશે. તેમની પાછળ વધુ ખર્ચની ૫ણ શક્યતા છે. આજે મંદિર કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાની પણ ઇચ્છા થશે. આપને પિતાથી પણ લાભ થઈ શકે છે.

ધનુ

Sagittarius

જીવનસાથીની શોધ કરનારાઓને મનગમતું પાત્ર મળી જાય. પ્રિય પાત્ર સમક્ષ લગ્‍નનો પ્રસ્‍તાવ મૂકવા આજે યોગ્‍ય દિવસ છે. ૫રિણીત દં૫તીઓ લગ્‍નજીવનના સુખનો ભરપૂર આનંદ ઉઠાવી શકશે.

મકર

Capricorn

કારકિર્દી વિશે નિશ્ચિંત હશો. આપ લાંબા ગાળાની યોજના ઘડવા માગતા હો તો એ માટે શુભ દિવસ હોવાનું ગણેશજી જણાવે છે. એ યોજનાને અમલમાં ૫ણ મૂકી શકો છો. આજનો દિવસ પ્રગતિકારક છે.

કુંભ

Aquarius

આજનો દિવસ સાવ સામાન્ય અને રાબેતા મુજબનો રહેશે. આજે આપ દરેક કામ કુશળતાપૂર્વક હાથ ધરશો. કેટલાંક નાનાં વિઘ્નોને બાદ કરતાં કારકિર્દી ક્ષેત્રમાં આપનો દિવસ સરળતાથી ૫સાર થશે.

મીન

Pisces

ગણેશજીને એમ લાગે છે કે આજે આપનું સહાનુભૂતિભર્યું વલણ લોકોની શુભેચ્‍છા મેળવવામાં આપને મદદ કરશે. આપ સારા બૉસ, સહકર્મચારી, ૫તિ કે ૫ત્‍ની અથવા સારા બાળક પુરવાર થશો.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK