કુબ્રા સૈતે તેની બુક ‘ઓપન બુક: નૉટ ક્વાઇટ અ મેમ્વાર’માં ખુલાસો કર્યો છે
કુબ્રા સૈત
કુબ્રા સૈતે તેની બુક ‘ઓપન બુક: નૉટ ક્વાઇટ અ મેમ્વાર’માં ખુલાસો કર્યો છે કે તે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો ભોગ બની હતી. તેના જ ઓળખીતા અંકલે તેની સાથે અઢી વર્ષ સુધી ખરાબ વર્તન કર્યું હતું. આ ઘટનાનું વર્ણન તેણે દાયકા બાદ તેની મમ્મી આગળ કર્યું હતું. એ બદલ તેની મમ્મીએ પણ તેની પાસે માફી માગી હતી. પોતાની બુકમાં કુબ્રાએ લખ્યું છે કે તે તેની ફૅમિલી સાથે બૅન્ગલોરની એક રેસ્ટોરાંમાં સતત જતી હતી. રેસ્ટોરાંનો માલિક તેનો અને તેના ભાઈ દાનિશનો એકદમ ક્લોઝ બની ગયો હતો. સાથે જ તે વ્યક્તિએ તેની મમ્મીની આર્થિક મદદ પણ કરી હતી. તેણે મદદ કરી ત્યાર બાદથી જ તે વ્યક્તિ તેને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવા લાગ્યો હતો. સાથે જ તે કુબ્રાને સતત કહેતો પણ હતો કે તેને અંકલ કહીને ન બોલાવે. એ બુકમાં તેણે તે અંકલને એક્સ કહ્યો છે. એક કિસ્સાનું પણ વર્ણન કરતાં બુકમાં કુબ્રાએ લખ્યું છે કે ‘મારી મમ્મીએ નિરાંતનો શ્વાસ લીધો હતો, કારણ કે તેમને મદદ મળી હતી. જોકે એક વાર કારની પાછળની સીટ પર હું બેઠી હતી. મારો ડ્રેસ થોડો ઊંચો થઈ ગયો તો તે કહેવાતો અંકલ સ્માઇલ કરી રહ્યો હતો અને તેના હાથ મારી સાથળ પર હતા. એ ક્ષણે હું સ્તબ્ધ થઈ ગઈ હતી. તે સતત અમારા ઘરે આવતો હતો. મમ્મી તેની સાથે હસતી અને તેના માટે જમવાનું પણ બનાવતી હતી. મમ્મીની સામે જ તે મારા ગાલ પર કિસ કરતો અને કહેતો કે ‘મારી કુબ્રાતી, તું મારી ફેવરિટ છે.’ અન્કમ્ફર્ટેબલ હોવા છતાં પણ હું ચૂપ રહી હતી.’
ADVERTISEMENT
??