સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, પ્રદુષણ ઘટે, વજન ઘટાડવવામાં પણ મદદ કરે, માનસિક શાંતિ આપે અને અદ્ભૂત આનંદ તો ખરો જ, સાઈકલ ચલાવવાના આવા અનેક ફાયદા છે, જેના વિશે તમે જાણો જ છે. પરંતુ શું તમે જાણો છે..? સાઈક્લિંગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી જીવન જીવવાનો ઉત્સાહ પણ વધારે છે. આજે વર્લ્ડ બાઈસિકલ ડે (World Bicycle Day)છે, ત્યારે આપણે કેટલીક એવી મહિલાઓની વાત કરીશું, જેમણે ઉંમરની અડધી સદીએ પહોંચ્યા બાદ પણ સાઈકલ શીખવાની ધગશ બતાવી અને આત્મવિશ્વાસ કેળવ્યો છે, સાથે સાથે સાઈક્લિંગ કરી જીદંગીનો અદ્ભુત આનંદ માણ્યો છે. આ ઉપરાંત શારીરિક ફાયદા તો મેળવ્યા જ છે. સાથે સાથે આપણે સાઈકલ મેયર ચિરાગ શાહ વિશે પણ વાત કરીશું, જે `મેં ચલાઉંગી` અભિયાન હેઠળ મહિલાઓને ફ્રીમાં સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે.
આજે છે સ્વતંત્રતા પર્વ અને સાથે રક્ષાબંધન. સૌ કોઈ તેની ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઑફ ધ યરની ટીમે તેની અનોખી રીતે ઉજવણી કરી.
વિશ્વ વિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના યોજાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી એક્ટ્રેસ-એક્ટર આવે છે. આ દરમિયાન ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કાનમાં જવાની તક મળી હતી.
02 January, 2024 03:29 IST | Mumbai | Aashutosh Desai
સૈફ અલી ખાન અને કરીના કપૂરના સુપુત્ર તૈમુર બાળપણથી જ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવી રહ્યો છે. તૈમુર નેશનલ સેન્સેશન બની ચૂક્યો છે. પણ તમે જો આપણા પોતાના ગુજરાતી સેલેબ્સના બાળકોના ફોટોઝ જોશો, તો તૈમૂરને પણ ભૂલી જશો. કારણ કે તૈમર કરતા પણ સુપરક્યૂટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો (Image Courtesy:Instagram)
07 November, 2023 12:02 IST | Mumbai | Suraj Pandey
બૉલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી હોય છે. મલાઇકા ભલે મોટા પડદાથી દૂર છે પણ તે સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ જ કારણ છે કે તે અભિનેત્રીની ફેન ફૉલોઇંગને મામલે મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકા પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર તેને પોતાની ફેશન માટે ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. આ વચ્ચે તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. (તસવીર સૌજન્ય મલાઇકા અરોરા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
10 October, 2023 02:35 IST | Mumbai | Aashutosh Desai
ભારતીય ટીમના 29 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહર(Deepak Chahar Wedding) એ જયા ભારદ્વાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. ગત રોજ તેમણે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં ધૂમધામથી સાત ફેરા લીધા. બંનેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે દિપક ઘોડીઓ પર ચઢીને લગ્ન કરવા માટે જયના ઘર જઈ રહ્યા છે. આ ઉપરાંત એક અન્ય વિડિયોમાં બંને એક બીજાને વરમાળા પહેરાવતા જોવા મળે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચારે તરફ મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે જુઓ ગુજરાતના અખબારોએ કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિજયને વધાવ્યો.30 January, 2024 12:16 IST | Mumbai | Aashutosh Desai
ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે. ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. `
તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈયે મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.”
ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)
20 September, 2022 02:51 IST | Mumbai | Sarita Joshi
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK