ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે. ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. `
તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈયે મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.”
ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)20 September, 2022 02:51 IST Mumbai | Sarita Joshi
સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, પ્રદુષણ ઘટે, વજન ઘટાડવવામાં પણ મદદ કરે, માનસિક શાંતિ આપે અને અદ્ભૂત આનંદ તો ખરો જ, સાઈકલ ચલાવવાના આવા અનેક ફાયદા છે, જેના વિશે તમે જાણો જ છે. પરંતુ શું તમે જાણો છે..? સાઈક્લિંગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી જીવન જીવવાનો ઉત્સાહ પણ વધારે છે. આજે વર્લ્ડ બાઈસિકલ ડે (World Bicycle Day)છે, ત્યારે આપણે કેટલીક એવી મહિલાઓની વાત કરીશું, જેમણે ઉંમરની અડધી સદીએ પહોંચ્યા બાદ પણ સાઈકલ શીખવાની ધગશ બતાવી અને આત્મવિશ્વાસ કેળવ્યો છે, સાથે સાથે સાઈક્લિંગ કરી જીદંગીનો અદ્ભુત આનંદ માણ્યો છે. આ ઉપરાંત શારીરિક ફાયદા તો મેળવ્યા જ છે. સાથે સાથે આપણે સાઈકલ મેયર ચિરાગ શાહ વિશે પણ વાત કરીશું, જે `મેં ચલાઉંગી` અભિયાન હેઠળ મહિલાઓને ફ્રીમાં સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે. 03 June, 2022 02:37 IST Mumbai
કેટલાક માટે નૃત્ય જીવન છે તો કેટલાક માટે આનંદ, કેટલાક માટે સાધના છે તો કેટલાક માટે શ્વાસ. આમ, દરેક માટે નૃત્યનું સ્વરૂપ અલગ છે. આજે વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day)છે, જીવનના આનંદમય લયમાં ફરતી વખતે શરીરના અભિવ્યક્તિના વિવિધ રૂપકો બનાવે છે તેવી કળાને જોવા અને સમજવાની તક. ભારતીય નૃત્યોની બહુરંગી દુનિયા સાબિત કરે છે કે કલાના આ શિખર પર આપણી સંસ્કૃતિના સુવર્ણ પ્રકરણો વધુ સારી રીતે વાંચી શકાય છે. ત્યારે નૃત્યકારો માટે ખરેખર નૃત્ય શું છે? તે જાણવા માટે મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નૃત્યકારો સાથે વાતચીત કરી હતી. 30 April, 2022 02:26 IST Mumbai
સાડી મોટા ભાગની સ્ત્રીઓનો મનગમતો પહેરવેશ હોય છે. બજારમાં અઢળક પ્રકારના પ્રિન્ટવાળી સાડીઓ જોવા મળે છે, ચૂંટણી આવે ત્યારે મોદી ડિઝાઈ સાડી તો ક્યારે દરેજ જગ્યાએ જોવા મળતી ફ્લાવર ડિઝાઈન સાડી. હવે સાડીમાં એક નવી જ ઐતિહાસિક ડિઝાઈન બનાવવામાં આવી છે. જે ડિઝાઈન અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત મસ્જિદ `સીદી સૈયદ ની જાળીથી પ્રેરિત છે. તો ચાલો આપણે જાણીએ આ ડિઝાઈન બનાવનાર કોણ છે અને તે અન્ય કેવી ડિઝાઈનોવાળી સાડી બનાવે છે. 23 April, 2022 08:32 IST Mumbai
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂૂબ જ સમૃદ્ધ છે. રાજા રજવાડાંઓના સમયથી ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રહ્યું છે. અને આ વૈભવશાળી વારસાની ઝાંખી જોવા માટે તમે આ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો.18 April, 2022 06:31 IST Gujarat
ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા ગઝલકાર ખલીલ ધનતેજવીની આજે પહેલી પુણ્યતિથિ છે. વડોદરામાં જન્મેલા આ ગઝલકારે દુનિયાને અલવિદા કહ્યું તેને એકવર્ષ પૂર્ણ થયું છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે-સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમણે સાદગી, સારાંશ, સરોવર, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સોપાન, સારંગી જેવા ગઝલસંગ્રહો લખ્યા છે. ઉપરાંત તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પણ એનાયત કરવામાં આવ્યો હતો. આવો માણીએ તેમની કેટલીક અદભુત રચનાઓ.04 April, 2022 04:49 IST Mumbai
લોકપ્રિય કૉમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. શૉના બધા જ પાત્રો પોત-પોતાના અંદાજમાં પોતાની એક આગવું સ્થાન લોકોના મનમાં ધરાવે છે. તારક મેહતાની ગોકુલધામ સોસાઇટીને જોઈને બધાને એકવાર તો એવું થાય જ કે આ સોસાઇટીમાં અમારે પણ રહેવા જવું છે. એકવાર આ સોસાઇટીમાં જવું છે.. તો એવા તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉના ચાહકો માટે મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા મોરસી ગામમાં (અમરાવતીમાં) ભાસ્કર રાઉત અને યોગિતા રાઉતે મળીને આ સોસાઇટીનું નિર્માણ કર્યું છે.
25 February, 2022 04:47 IST Mumbai
પ્રેમની વ્યાખ્યા કરતાં કરતાં લોકો થાક્યા પણ પ્રેમ કરતાં કોઇ થાકતું નથી. પ્રેમ નફ્ફટ છે અને શરમાળ પણ, પ્રેમ આંધળો છે તો પ્રેમ એ પણ છે જે બોલ્યા વિના કહેવાયેલું બધું સાંભળી લે છે. પ્રેમના જાતભાતના પ્રકાર છે, પ્રેમ બદલાતો રહે છે, મેચ્યોર વાઇનની જેમ વધારે નશીલો પણ થતો રહે છે. ચાલો આજે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ગુજરાતી કવિઓની કવિતાઓની પંક્તિઓની લ્હાણી કરીએ અને વહેંચીએ પ્રેમ.14 February, 2022 05:18 IST Mumbai
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK