જેમાં કુલ ૩૪૦ કસીનો ચિપ્સને એકની ઉપર એક ગોઠવવામાં આવી હતી
Offbeat
ટ્રેવિસ સ્ટિચ
કસીનોમાં રૂપિયાની લેવડદેવડના બદલામાં વપરાતી કસીનો ચિપ્સનો સૌથી મોટો મીનારો કરવાનો વર્લ્ડ રેકૉર્ડ અમેરિકાના મિનેસોટા ચિપ સ્ટેકર્સ અને ટ્રેવિસ સ્ટિચના સંયુક્ત નામે છે, જેમાં કુલ ૩૪૦ કસીનો ચિપ્સને એકની ઉપર એક ગોઠવવામાં આવી હતી. ટ્રેવિસ સ્ટિચે આ રેકૉર્ડ ૨૦૨૧ની ૧૯ ઑક્ટોબરે બનાવ્યો હતો. તે નાનો હતો ત્યારથી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવવાનું તેનું સપનું હતું. પ્રોફેશનલ પોકર તરીકે કામ કરતાં તેને લાગ્યું કે રેકૉર્ડ કરી શકાય એમ છે એથી તે એની પ્રૅક્ટિસ કરવા માંડ્યો હતો. ત્યારે તેને સમજાયું કે આ કોઈ વ્યક્તિગત નહીં, પરંતુ ટીમ રેકૉર્ડ હશે, જેથી તેણે ઘણા બધાને પ્રૅક્ટિસ માટે બોલાવ્યા હતા. કેટલાક લોકો આવ્યા, કેટલાક નહોતા આવ્યા. તો બધાને રેકૉર્ડ બનાવવાના થોડો સમય પહેલાં જ શું કરવાનું છે એની જાણકારી આપવામાં આવી હતી. એથી મીડિયા તેમ જ વિડિયોગ્રાફરથી માંડીને તમામ લોકો માટે એક ઇવેન્ટ સમાન કાર્યક્રમ બન્યો હતો. લોકો એક પછી એક ચિપ્સનો ઢગલો કરતા ગયા અને આખરે ૩૪૦નો ટેકરો થયો હતો.