Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટનની રાણીનાં આભૂષણો અને તાજનો ક્લોઝઅપ

બ્રિટનની રાણીનાં આભૂષણો અને તાજનો ક્લોઝઅપ

Published : 05 June, 2022 10:04 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૭મી સદીના આ જ્વેલ્સના કલેક્શનમાં કુલ ૨૩,૦૦૦થી વધારે ડાયમન્ડ્સ, સેફાયર અને રુબી છે

તાજનો ક્લોઝઅપ

Offbeat

તાજનો ક્લોઝઅપ


બ્રિટનનાં રાણીએ ડઝનેક વખત પહેરેલો ક્રાઉન અને તેમનાં આભૂષણોનું ઇંગ્લિશ રૉયલ ફૅમિલીના ઇતિહાસમાં ખાસ સ્થાન છે. ૧૭મી સદીના આ જ્વેલ્સના કલેક્શનમાં કુલ ૨૩,૦૦૦થી વધારે ડાયમન્ડ્સ, સેફાયર અને રુબી છે, જેને પબ્લિક દૂરથી જ જોઈ શકે છે. જોકે બીબીસીની નવી ડૉક્યુમેન્ટરી માટે અલ્ટ્રા હાઈ-ક્વૉલિટી કૅમેરાનો ઉપયોગ કરીને જુદી-જુદી જ્વેલરીનું વિડિયો-શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વર્ષમાં એક વખત સંસદના ઓપનિંગમાં પહેરવામાં આવતા ઇમ્પીરિયલ સ્ટેટ ક્રાઉનને પણ કવર કરવામાં આવ્યો છે. આ કલેક્શનમાં સૌથી વિવાદાસ્પદ આભૂષણ છે ૧૦૮ કૅરૅટનો કોહિનૂર ડાયમન્ડ. ઇમ્પીરિયલ સ્ટેટ ક્રાઉનમાં સેફાયર, એમરલ્ડ અને રુબી સહિત ૩૦૦૦ કીમતી સ્ટોન્સ છે. ૧૮૩૮માં આ ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો હતો. આ કલેક્શનમાં સૌથી જૂનું આભૂષણ સ્કૉટિશ ક્રાઉન છે, જે લગભગ ૧૬મી સદીનો છે.



Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 10:04 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK