અહીં ૧૩,૫૦૦ ટન પાણીનો સંગ્રહ કરતી ૧૬.૫ મીટર લાંબી, ૮.૩ મીટર ઊંચી અને ૦.૬૫ મીટર જાડી વિશાળ ટાંકીમાં પારદર્શક ઍક્રિલિક પડદાની દીવાલ છે.
૧૧૦ જલપરીઓએ રેકૉર્ડ બનાવ્યો
લગભગ ૧૧૦ જેટલી કલાકારોએ જલપરીના વેશમાં ચીનના સાન્યા, હેનાનમાં સમુદ્ર થીમ આધારિત રિસૉર્ટ ઍટલાન્ટિસ સાન્યા ખાતે ૨૦૨૧ની ૨૮ એપ્રિલે સૌથી મોટા અન્ડરવૉટર શોનું આયોજન કરી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનો ખિતાબ મેળવ્યો હતો. જોકે ઑફિશ્યલી આ શો માટે તૈયારી કરવામાં લગભગ એક મહિનો લાગ્યો હતો.
ઍટલાન્ટિસ સાન્યા અને પ્રોફેશનલ અસોસિએશન ઑફ ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરેએ રાષ્ટ્રીય સ્તરે ભરતી શરૂ કરી અંતે ૧૧૦ પર્ફોર્મર્સને ફાઇનલ કરી હતી, જેમાંથી ૯૦ ટકા પર્ફોર્મર્સ પ્રશિક્ષકના સ્તરે પહોંચ્યા હતા. ગિનેસ રેકૉર્ડ હાંસલ કરવામાં આવ્યો હતો એ ઍમ્બૅસૅડર લગૂન ઍટલાન્ટિસ સાન્યાનો સૌથી અનોખો વિસ્તાર છે. અહીં ૧૩,૫૦૦ ટન પાણીનો સંગ્રહ કરતી ૧૬.૫ મીટર લાંબી, ૮.૩ મીટર ઊંચી અને ૦.૬૫ મીટર જાડી વિશાળ ટાંકીમાં પારદર્શક ઍક્રિલિક પડદાની દીવાલ છે.
તમામ કલાકારોએ ૧૧ મીટર ઊંડા વાતાવરણ અને ઝડપી પાણીના પ્રવાહમાં વાતચીત કરવામાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરી અસંખ્ય ડ્રિલ પર્ફોર્મન્સ અને ગહન પાણીની અંદરની તાલીમ અને રિહર્સલ કર્યા બાદ આ મરમેઇડ શો પર્ફોર્મ કર્યો હતો.
પ્રેક્ષકોના અભિવાદન ઉપરાંત સત્તાવાર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું ટાઇટલ અને પ્રમાણપત્ર મેળવનાર આ શોમાં મુશ્કેલ મૂવમેન્ટની સાથે સ્વિમિંગનો સમાવેશ હતો.