Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખોવાયેલું માસ્ટરપીસ સાધારણ બંગલામાં લટકતું મળ્યું અને ૨.૪૯ કરોડમાં વેચાયું

ખોવાયેલું માસ્ટરપીસ સાધારણ બંગલામાં લટકતું મળ્યું અને ૨.૪૯ કરોડમાં વેચાયું

Published : 07 June, 2022 10:19 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરાજીકર્તા પીટર મેસને જણાવ્યું હતું કે આ ચિત્રની સારી કિંમત આવશે એ અમે જાણતા હતા, પરંતુ તેને મળેલી ​કિંમત અમારી અપેક્ષા કરતાં ઘણી વધુ છે

 મેડોના અને બાળકનું ચિત્ર

મેડોના અને બાળકનું ચિત્ર


પ્રસિદ્ધ આર્ટિસ્ટ બોટિસેલ્લીના સ્ટુડન્ટ ફિલિપીનો લિપ્પી દ્વારા દોરવામાં આવેલું મેડોના અને બાળકનું ચિત્ર નિયમિત કરાતા મૂલ્યાંકન દરમ્યાન મળી આવ્યું હતું. આ પેઇન્ટિંગની માલિક ૯૦ વર્ષની ડિમ્નેશિયાથી પીડાતી એક મહિલા છે, જેણે લગભગ ૩૦ વર્ષ પહેલાં તેના ​પિતા પાસેથી વારસામાં મેળવ્યું હતું. આ મહિલાનો પરિવાર નૉર્થ લંડનમાં અનફીલ્ડ ખાતેનો તેનો બંગલો વેચી રહ્યો હતો ત્યારે તેને આ પેઇન્ટિંગ મળ્યું હતું, જે આખરે બ્રિટનના એક બિડર પાસે એક ઑનલાઇન ઑક્શનના માધ્યમથી ૨.૫૫ લાખ પાઉન્ડ (લગભગ ૨.૪૯ કરોડ રૂપિયા)માં પહોંચ્યું હતું.


હરાજીકર્તા પીટર મેસને જણાવ્યું હતું કે આ ચિત્રની સારી કિંમત આવશે એ અમે જાણતા હતા, પરંતુ તેને મળેલી ​કિંમત અમારી અપેક્ષા કરતાં ઘણી વધુ છે. ડોસન્સ ઑક્શનિયર્સ ખાતે મૂલ્યાંકન ખાતાના હેડ સિઓભાન ટાયરેલે આ ચિત્ર શોધી કાઢ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મને આ ઘરમાં કોઈ વિશિષ્ટતા જણાઈ નહોતી, પરંતુ બેડરૂમમાં ગયા બાદ મારી નજર પેઇન્ટિંગ પર પડી હતી, જેને જોતાં જ મને એ નોંધપાત્ર હોવાનું લાગ્યું હતું. ફિલિપિનો લિપ્પીનો જન્મ ૧૪૫૭માં ઇટલીમાં થયો હોવાનું માનવામાં આવે છે અને તે બોટિસેલ્લીનો વિદ્યાર્થી હતો. તેમના કામમાં ભીંતચિત્રો અને ચિત્રોનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2022 10:19 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK