આ પગલું ભ્રષ્ટાચારના એક કેસમાં જિલ્લા વન અધિકારી ગુરમનપ્રીત સિંગ અને એક કૉન્ટ્રેક્ટર હરમિંદર સિંહ હમ્મીની ધરપકડના કેટલાક દિવસ પછી ઉઠાવવામાં આવ્યા છે.
					 
					
પ્રતીકાત્મક તસવીર
પંજાબ વિજિલન્સ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ મંગળવારે રાજ્યના પૂર્વ મંત્રી સાધુ સિંહ ધર્મસોતની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી છે. અધિકારિક સૂત્રોએ આ માહિતી આપી છે. કૉંગ્રેસના નેતૃત્વવાળી પૂર્વવર્તી સરકારમાં સમાજ કલ્યાણ તેમજ વન મંત્રી રહેલા ધર્મસોતની અમલોહમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ પગલું ભ્રષ્ટાચારના એક કેસમાં જિલ્લા વન અધિકારી ગુરમનપ્રીત સિંગ અને એક કૉન્ટ્રેક્ટર હરમિંદર સિંહ હમ્મીની ધરપકડના કેટલાક દિવસ પછી ઉઠાવવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે એવી સૂચના હતી કે આ બન્નેએ ધર્મસોતના મંત્રી રહ્યા દરમિયાન વન વિભાગમાં કહેવાતા ખોટા કામ કરાવ્યા હતા.
પંજાબ વિજિલન્સ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ પત્રકાર કમલજીત સિંહની પણ ધરપકડ કરી છે. સૂત્રો પ્રમાણે આ કૉંગ્રેસ નેતાના નજીકના સહયોગી છે. આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એપ્રિલમાં પૂર્વ મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી આપી હતી.
ADVERTISEMENT
ભ્રષ્ટાચારના કેસમાં પંજાબ સરકાર ઝડપથી કામ કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગયા મહિને પોતાના સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને ભ્રષ્ટાચારના આરોપમાં કેબિનેટમાંથી કાઢી મૂક્યા હતા. સિંગલા કહેવાતી રીતે અરજીઓ પર એક ટકા કમિશનની માગ કરતા હતા. સિંગલાને પદ પરથી ખસેડ્યા બાદ પંજાબ પોલીસની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ તેમની ધરપકડ કરી લીધી હતી. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યવાહીની જાહેરાત કરતા ભગવંત માનનો એક વીડિયો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે `ભગવંત પર ગર્વ છે. તમારી કાર્યવાહીએ મારી આંખોમાં આંસુ આણ્યા છે. આખા દેશને આજે તમારા પર ગર્વ છે.`
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	