સરકાર પણ વિચારી રહી છે કે જ્યાં કોવિડના કેસ વધારે આવી રહ્યા છે એ જિલ્લાઓમાં માસ્ક પહેરવો ફરજિયાત કરાય
ફાઇલ તસવીર
મુંબઈમાં ગઈ કાલે ૬૮૯૭ ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૬૭૬ જેટલા કોવિડ પૉઝિટિવ કેસ મળી આવ્યા હતા. આમ પૉઝિટિવિટી રેટ ૯.૮ જોવા મળ્યો હતો. સરકાર પણ વિચારી રહી છે કે જ્યાં કોવિડના કેસ વધારે આવી રહ્યા છે એ જિલ્લાઓમાં માસ્ક પહેરવો ફરજિયાત કરાય, પણ જો કોઈએ ન પહેર્યો હોય તો તેની પાસેથી ફાઇન ન લેવામાં આવે.
પ્રધાનમંડળની ગઈ કાલની દર અઠવાડિયે લેવાતી કોવિડના નિરીક્ષણની બેઠકમાં એવું નક્કી થયું હતું કે પ્રશાસનને કહેવામાં આવે કે જ્યાં કેસ વધુ આવી રહ્યા છે ત્યાં માસ્ક ફરજિયાત કરવામાં આવે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢમાં પ્રમાણમાં કેસ વધી રહ્યા છે, જેમાં મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહીં, એમાં પણ હવે ટેસ્ટિંગ વધારવામાં આવી રહી છે એથી વધારો નોંધાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે ‘ટાસ્ક ફોર્સે ઑલરેડી કહ્યું છે કે બસ, ટ્રેન, સ્કૂલ, કૉલેજ, સિનેમા હૉલ વગેરેમાં જ્યાં બંધ જગ્યામાં એકસાથે વધુ લોકો ભેગા થતા હોય ત્યાં માસ્ક પહેરવો જરૂરી છે. હૉસ્પિટલોમાં પણ હવે માસ્ક ફરજિયાત કરી દેવાયો છે.