અમેરિકાના પ્રેસિડન્ટના બીચ હાઉસ ઉપર નો ફ્લાય ઝોનમાં એક નાનકડું પ્રાઇવેટ પ્લેન ભૂલથી ઘૂસી જતાં તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા
ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની સુરક્ષામાં શનિવારે એક ચૂક રહી ગઈ હતી. બાઇડનના બીચ હાઉસની ઉપર નો ફ્લાય ઝોનમાં એક નાનકડું પ્રાઇવેટ પ્લેન ભૂલથી ઘૂસી ગયું હતું, જેના કારણે તેમની સિક્યૉરિટી ટીમને બાઇડન અને ફર્સ્ટ લેડીને થોડા સમય માટે સિક્યૉર લોકેશન પર લઈ જવાની ફરજ પડી હતી.
ડેલવેરમાં રીહોબથ બીચ પર બનેલી આ ઘટના વિશે વાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડી સેફ છે અને આ કોઈ હુમલો નહોતો. બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેન બાદમાં તેમના નિવાસસ્થાને પાછાં ફર્યાં હતાં.
ADVERTISEMENT
પ્રેસિડન્ટની સુરક્ષા કરી રહેલી સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે ‘આ પ્લેન ભૂલથી સિક્યૉર એરિયામાં ઘૂસી ગયું હતું.
આ કેસમાં પાઇલટની અનેક ભૂલ બહાર આવી છે, જેમ કે આ પાઇલટ પ્રૉપર રેડિયો-ચૅનલ પર નહોતો અને તે ફ્લાઇટ ગાઇડન્સને અનુસરતો નહોતો.’
સિક્રેટ સર્વિસના પ્રવક્તા ઍન્થની ગુગ્લીયલ્મીએ જણાવ્યું હતું કે અમેરિકન સિક્રેટ સર્વિસ આ પાઇલટની પૂછપરછ કરશે.
બાઇડન ફૅમિલી રીહોબથ બીચ પર વીક-એન્ડ સ્પેન્ડ કરી રહ્યા હતા. તેઓ શુક્રવારે ફર્સ્ટ લેડીના બર્થ-ડેને સેલિબ્રેટ કરવા માટે ત્યાં ગયા હતા.