પરનામ્બુકો વૉટર ઍન્ડ ક્લાઇમેટ એજન્સીએ જણાવ્યા મુજબ રેસિફમાં શનિવારે ૧૫૦ મિલીમીટર, જ્યારે કેમારાગીબમાં ૧૨૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
બ્રાઝિલના રેસિફમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડ્યા બાદ શનિવારે રાહત-કામગીરીમાં જોતરાયેલા ફાયર ફાઇટર્સ.
ઉત્તરપૂર્વ બ્રાઝિલમાં શનિવારે ભારે વરસાદને કારણે લગભગ ૩૭ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૫૦૦૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા હોવાનું અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.
ઉત્તરપૂર્વીય પરનામ્બુકો રાજ્યની રાજધાની રેસિફ સિટી વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અહીં ૩૫ જણ મૃત્યુ પામ્યા હતા અને લગભગ ૧૦૦૦ જેટલા લોકો ઘર છોડીને જતા રહ્યા હોવાનું સ્થાનિક નાગરિક સંરક્ષણ સંસ્થાએ જણાવ્યું હતું.
અલાગોઆસ રાજ્યમાં વરસાદમાં બે વ્યક્તિ મૃત્યુ પામી હતી, જ્યારે ૪૦૦૦ કરતાં વધુ લોકોને સ્થળાંતરિત કરાયા હતા. દરમ્યાન ભારે વરસાદને કારણે સર્જાયેલી નાની-મોટી ઘટનાઓમાં પણ જાનહાનિ નોંધાઈ હતી. શનિવારે રેસિફમાં થયેલા ભૂસ્ખલનમાં ૨૦ લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય ૬ લોકો નજીકના શહેર કામરાગીબેમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા.
પરનામ્બુકો વૉટર ઍન્ડ ક્લાઇમેટ એજન્સીએ જણાવ્યા મુજબ રેસિફમાં શનિવારે ૧૫૦ મિલીમીટર, જ્યારે કેમારાગીબમાં ૧૨૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.