દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સાલિયા ગામે રવિવારના રોજ યુવકે પોતાની બે પ્રેમિકા સાથે લગ્નમંડપમાં સાત ફેરા લીધા હતા.
પ્રતિકાત્મક તસવીર
એક બાજુ લગ્નની સીઝન પુરી થવા આવી છે અને બીજી બાજુ વિવિધ રિતે વિચિત્ર લાગે તેવા લગ્નો પણ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં વડોદરામાં એક યુવતી પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યાં બીજી બાજુ દેવગઢબારિયામાં પણ અનોખા લગ્ન સામે આવ્યાં છે.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સાલિયા ગામે રવિવારના રોજ યુવકે પોતાની બે પ્રેમિકા સાથે લગ્નમંડપમાં સાત ફેરા લીધા હતા. આ સાથે તમામ રિતી-રિવાજો કરી માંગમાં સિંદુર ભરી લગ્નગ્રંથિથી જોડાઇને પોતાની વિધિવત પત્ની બનાવી હતી.
ADVERTISEMENT
કહેવામાં આવી રહ્યું છે કે યુવકને પ્રથમવાર જેની સાથે પ્રેમ થયો હતો તેની સાથે લગ્ન કર્યા હતા. પછી બીજી વખત આંખ મળી હતી તેની સાથે ફુલહાર કર્યા હતાં. પરેશભાઇને આશાબેન સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. જેથી તેઓ આશાબેનને પત્ની તરીકે રાખવા ઘરે લઇ આવ્યા હતાં.
ત્યાર બાદ સુખી સંસારના પરિપાક રૂપે આશાબેને એક દીકરાને જન્મ આપ્યો હતો. પછી યુવકને તારાબેન નામની યુવતી સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થઇ ગયો હતો. તો તેમને પણ પત્ની તરીકે ઘરમાં લઇ આવ્યા. તારાબેને એક દીકરીને જન્મ આપ્યો હતો.