Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > માર્ગદર્શન > શું છે મેડિકલ કોડર? મેડિકલ કોડિંગમાં કેવી રિતે બનાવવી કારકિર્દી, જાણો તમામ વિગત

શું છે મેડિકલ કોડર? મેડિકલ કોડિંગમાં કેવી રિતે બનાવવી કારકિર્દી, જાણો તમામ વિગત

Published : 20 May, 2022 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મેડિકલ કોડર વીમા કંપનીઓ અને ડૉકટરો વચ્ચેનો સેતુ છે. મેડિકલ કોડર (Medical Coder)દર્દીના મેડિકલ રેકોર્ડમાંથી માહિતી એકત્રિત કરે છે અને તેને વૈશ્વિક સ્તરે સ્વીકૃત ઉદ્યોગના ધોરણો અનુસાર મેડિકલ કોડમાં રૂપાંતરિત કરે છે.

પ્રતીકાત્મક તસવીર

Medical Coder

પ્રતીકાત્મક તસવીર


દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્ર માટે ડૉક્ટર/નર્સ/મેડિકલ પ્રોફેશનલ બનવાના ઈરાદા સાથે સાયન્સમાં સ્નાતક થાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે હેલ્થકેર સેક્ટરમાં હંમેશા વિકાસ થતો રહે છે. હાલમાં, આ ઉદ્યોગ વાર્ષિક 18% ના દરે વિકાસ કરી રહ્યો છે, જેના કારણે તે IT અને ITeS ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતો ઉદ્યોગ બની ગયો છે. એક અંદાજ મુજબ 2022 સુધીમાં હેલ્થકેર ઉદ્યોગ રૂ. 8.6 ટ્રિલિયનનું થશે. ઝડપી વૃદ્ધિને કારણે આ ક્ષેત્રમાં નોકરીની ઘણી તકો ઊભી થઈ રહી છે, જેમાંથી એક મેડિકલ કોડિંગ(Medical Coding) છે.


મેડિકલ કોડિંગ શું છે? 



સરળ શબ્દોમાં કહીએ તો, તે વીમા કંપનીઓ અને ડૉકટરો વચ્ચેનો સેતુ છે. મેડિકલ કોડર (Medical Coder)દર્દીના મેડિકલ રેકોર્ડમાંથી માહિતી એકત્રિત કરે છે અને તેને વૈશ્વિક સ્તરે સ્વીકૃત ઉદ્યોગના ધોરણો અનુસાર મેડિકલ કોડમાં રૂપાંતરિત કરે છે. નિદાન, પ્રક્રિયાઓ અને દવાઓ સંબંધિત આ કોડ્સનો ઉપયોગ મેડિકલ બિલિંગ અને વીમા માટે થાય છે. NASSCOM ((National Association of Software and Services Companies) અનુસાર, કામની બહેતર ગુણવત્તા, સેવાઓની 24/7 ઉપલબ્ધતા અને ટેક્સ ફ્રેન્ડલી માળખાએ દેશમાં BPO( Business process outsourcing) ઉદ્યોગને લોકપ્રિય બનાવ્યો છે, જે તેને મેડિકલ કોડિંગ જેવી હેલ્થકેર આઉટસોર્સિંગ સેવાઓનું હબ બનાવે છે.


આ સ્કિલ જરૂરી

  • વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા: મેડિકલ ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા અને કોડિંગ દરમિયાન, કોડરે દરેક વિગત પર ધ્યાન આપવું પડશે. જો સર્જીકલ પ્રક્રિયા માટે ખોટો આલ્ફાન્યુમેરિક કોડ આપવામાં આવે તો તે દર્દી અને ડૉક્ટર બંને માટે મુશ્કેલ બની શકે છે. 
  • ટેકનિકલ સ્કિલ : મેડિકલ કોડર્સને માઇક્રોસોફ્ટ એક્સેલથી માસ્ટર પેશન્ટ ઇન્ડેક્સ સુધીના પ્રોગ્રામ્સ શીખવા માટે ટેકનિકલ કૌશલ્યોમાં નિપુણ હોવું જરૂરી છે.
  • એનાલિટિકલ સ્કિલ :  તબીબી કોડિંગના જટિલ નિયમોને જોતાં, દર્દીના રેકોર્ડમાંથી વિગતોને સમજવા અને સાચો કોડ લાગુ કરવા માટે મજબૂત વિશ્લેષણાત્મક કુશળતા હોવી જરૂરી છે.

ઓનલાઈન અસાઇનમેન્ટ

મેડિકલ કોડિંગ અને મેડિકલ બિલિંગના આઉટસોર્સિંગ માટે ભારત સૌથી વધુ પસંદગીનો દેશ છે. અમેરિકાની 80% કંપનીઓ પણ ભારતને આઉટસોર્સ કરે છે. આઈટી અને હેલ્થકેર બંને ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવાને કારણે, કોડર્સને વૃદ્ધિની સારી તક મળે છે.

તબીબી કોડિંગ નિદાન, લક્ષણો, પ્રક્રિયાઓ અને દવાઓ માટે રૂપાંતરિત કોડ સાથે વ્યવહાર કરે છે. તેમનું કાર્ય ચુકવણી, ડેટા સંગ્રહ, સંશોધન, બિલિંગ સાથે સંબંધિત છે, જે ગુણવત્તા સુધારણા માટે વીમા કંપનીઓને સબમિટ કરવામાં આવે છે.

પ્રોફેશનલ કોડર

હેલ્થકેર એજન્સીઓ માટે કામ કરતા, પ્રમાણિત કોડર્સ ખાતરી કરે છે કે કોડિંગનો ઉપયોગ નિયમો અનુસાર કરવામાં આવે છે. પ્રમાણિત કોડર્સને અમુક સમયે દર્દીઓ અને ડોકટરો, નર્સો અને ઓફિસ સ્ટાફ સાથે વાતચીત કરવી પડે છે, તેથી મજબૂત કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે.

રિવ્યુઅર
ડૉકટરો દ્વારા ઉપયોગમાં લેવાતી મેડિકલ ટર્મ્સને સમજવી અને તેમની માંગની ચકાસણી કરવી, વીમા કંપનીઓના કર્મચારીઓ માટે મુશ્કેલ છે. આવી સ્થિતિમાં પ્રોટોકોલ મુજબ ચુકવણી માટે તકનીકી જ્ઞાન ધરાવતા મેડિકલ કોડર્સની જરૂર પડે છે.

રિપ્રેજેન્ટિવ

આ પ્રતિનિધિઓ હોસ્પિટલના દર્દીઓના બિલિંગ અને ચૂકવણીના મુદ્દાઓને લગતા વહીવટી કાર્યનું ધ્યાન રાખે છે. તેઓ દર્દીના બિલની ચોક્કસ ગણતરી કરે છે અને સબમિટ કરે છે, દવાઓ તેમજ ચુકવણીઓ અને મુદતવીતી નોટિસ મોકલે છે અને રેકોર્ડ કરે છે.

હેલ્થકેઅર
એસોચેમ અને EY (ભારત) અનુસાર, ભારત યુએસ પછી હેલ્થકેર આઉટસોર્સિંગમાં બીજા નંબરનો સૌથી મોટો દેશ છે. BPO કંપનીઓ પણ ઓસ્ટ્રેલિયા, ચીન, ફિલિપાઈન્સ અને આયર્લેન્ડ કરતાં ભારતને વધુ પસંદ કરે છે. આનું મુખ્ય કારણ શ્રમની ઓછી કિંમત અને કુશળ અને અંગ્રેજી બોલતા વ્યાવસાયિકોની ઉપલબ્ધતા છે.

કોઈ પણ ડિગ્રી સાથે કોડર બની શકાય છે, જો કે જીવ વિજ્ઞાનની ડિગ્રી હોય તો નોકરીના ચાન્સ વધી જાય છે. અનોર્ટની, ફિજિયોલૉજી અને મેડિકલ ટર્મિનોલોજીની જાણકારી મેડિકલ કોડિંર બનવા માટે મદદરૂપ થઈ શકે છે. જીવ વિજ્ઞાનનો અભ્યાસ ન મેળવનાર વિદ્યાર્થીઓ મેડિકલ કોડિંગનો કોર્ષ કરી પોતાનું કરિયર બનાવી શકે છે. આ કોર્ષ 3થી 4 મહિનાનો હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2022 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK