વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ટરનેટ પર પ્રતિભાશાળી કલાકારો અને વ્યક્તિઓનો જાણે મેળો લાગ્યો છે. એકથી એક પ્રતિભાઓ ઇન્ટરનેટ પર પોતાની કળા પ્રદર્શિત કરે છે જે જોઈને મોંમાં આંગળાં નાખી જવાય. તાજેતરમાં એક આર્ટિસ્ટે કાળા રંગના ડાઇસની મદદથી લેડી ગાગાનું પોર્ટ્રેટ તૈયાર કર્યું છે, જેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે. આ વિડિયો જોઈને નેટિઝન્સ ચકિત થઈ ગયા છે.
વાઇરલ થયેલા આ વિડિયોની શરૂઆતમાં આર્ટિસ્ટ અનેક કાળા ડાઇસને બોર્ડ પર ઠાલવે છે અને પછી એની મદદથી સિંગર લેડી ગાગાનું પોર્ટ્રેટ તૈયાર કરે છે. નેટિઝન્સ આ વિડિયો-ક્લિપ જોઈને ચક્તિ થઈ ગયા છે.
અત્યાર સુધી આ વિડિયોને ૪૨ લાખ વ્યુઝ મળ્યા છે. નેટિઝન્સે આ વિડિયોની પ્રશંસા કરી અનેક કમેન્ટ્સ પણ કરી છે.