કાર કે બાઇકની સીટ પર રેક્ઝિન કે પછી ગરમી પકડે એવું કવર રાખવાનું ટાળવું અને શક્ય હોય તો સીટ પર કૉટનના કપડાનું પાથરણું રાખો, જેથી ડાયરેક્ટ હિટની અસર ઓછી થાય.
કામવેદ
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૩૧ વર્ષ છે. મૅરિડ છું અને અમારે ચાર વર્ષનો દીકરો છે. છેલ્લાં બે વર્ષથી અમે બીજા સંતાન માટે ટ્રાય કરીએ છીએ, પણ અમને સક્સેસ નથી મળતી. ડૉક્ટરે અમને રિપોર્ટ્સ કઢાવવાનું કહ્યું. એમાં વાઇફના રિપોર્ટ્સ નૉર્મલ આવ્યા, પણ મારા સ્પર્મ કાઉન્ટ બૉર્ડર-લાઇન પર આવ્યા. ડૉક્ટરે આપેલી દવા છ મહિના કરી, પણ કંઈ ફરક નથી પડ્યો એટલે હવે દવા છોડી દીધી છે. મારે ડ્રાઇવિંગ વધારે રહે છે. મુંબઈથી સુરત, વાશી, કલ્યાણ એમ ટ્રાવેલિંગ રહે અને હું સેલ્ફ-ડ્રાઇવ કરું છું. આ ઉપરાંત બાઇકનો યુઝ પણ ખૂબ રહે છે. મને ડૉક્ટરે ફિટ અન્ડરવેઅર પહેરવાની ના પાડી છે. પહેલાં ટબૅકોની બહુ આદત હતી. પાનમાં પણ અને સિગારેટમાં પણ. શું એની આડઅસર પડે ખરી?
મુલુંડ
તમે જે વાત છેલ્લી કરી એ પ્રૉબ્લેમ ઊભા કરવામાં સૌથી ઉપર આવે છે. તમાકુ દિવસમાં એકાદ વાર ખાઓ તો પણ એની વિપરીત અસર પડે જ પડે. કન્ટ્રોલથી કોઈ ફરક નહીં પડે, એને બંધ કરો. ખોટી આદત બને એટલી વહેલી છોડો. અત્યારે સ્પર્મ કાઉન્ટ ઘટાડ્યા છે; પણ આગળ જતાં સેક્સલાઇફ પર આડઅસર થઈ શકે.
બાઇક ચલાવવાથી કે લાંબો સમય ડ્રાઇવિંગ કરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટી જાય એવું કોઈ પાકું રિસર્ચ થયું નથી, પણ એટલું કહી શકાય કે સ્પર્મને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે. જો એ ભાગ ગરમીથી સતત એક્સપોઝ થતો રહેતો હોય તો શુક્રાણુઓ પર એની અસર પડી શકે છે. કાર કે બાઇકની સીટ પર રેક્ઝિન કે પછી ગરમી પકડે એવું કવર રાખવાનું ટાળવું અને શક્ય હોય તો સીટ પર કૉટનના કપડાનું પાથરણું રાખો, જેથી ડાયરેક્ટ હિટની અસર ઓછી થાય.
ડૉક્ટરની સલાહ લીધા વગર દવા અધવચ્ચેથી બંધ કરી દેવાની જરૂર નથી. શક્ય હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરીને એ ફરીથી શરૂ કરી દો. આ ઉપરાંત ખાનપાનની બાબતમાં પણ થોડી ચીવટ રાખવાની શરૂ કરો. તીખો, તળેલો, મરચાં-મસાલા અને નમકીનવાળો ખોરાક ખાવાનું ટાળવું. ગાયનું ઘી અને ગાયનું દૂધ વધુ માત્રામાં લેવું તો અડદની દાળ અને લસણ સ્પર્મ કાઉન્ટ વધારવામાં ઉપયોગી છે એવું આયુર્વેદ કહે છે. એનો વપરાશ વધારવો જોઈએ.