Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ફૉરેનથી આવ્યા પછી સેક્સલાઇફ બગડી ગઈ

ફૉરેનથી આવ્યા પછી સેક્સલાઇફ બગડી ગઈ

Published : 01 June, 2022 10:38 AM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

આ ઉંમરને કારણે પરિવર્તન છે કે પછી તેના જીવનમાં બીજું કોઈ આવી ગયું હશે એટલે? તેને સેક્સમાં રસ જ નથી હોતો. હું બહુ મનાવું ત્યારે તૈયાર થાય. મેં ક્યારેય જબરદસ્તી નથી કરી.

પ્રતીકાત્મક તસવીર

કામવેદ

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૪૮ વર્ષ છે અને મારી વાઇફની ૪પ વર્ષ. લગ્નની શરૂઆતનાં વર્ષો અમારાં ખૂબ રોમૅન્ટિક હતાં. મૅરેજ પછી બે સંતાનો થયાં અને સેક્સલાઇફમાં ઓટ આવવા લાગી. આ દરમ્યાન જૉબ માટે મારે વિદેશ જવાનું થયું અને પેન્ડેમિક પછી ફરી ઇન્ડિયા સેટલ થઈ ગયો. વચ્ચે-વચ્ચે હું આવ્યા કરતો, પણ એ તો વર્ષમાં પંદર-વીસ દિવસ હોય એટલે વેકેશન જેવું લાગતું. હવે પાછા આવી ગયા પછી અમારી સેક્સલાઇફ સાવ બદલાઈ ગઈ છે. પહેલાં જે વાતોમાં તે એન્જૉય કરતી એનાથી તે ઇરિટેટ થાય છે. આ ઉંમરને કારણે પરિવર્તન છે કે પછી તેના જીવનમાં બીજું કોઈ આવી ગયું હશે એટલે? તેને સેક્સમાં રસ જ નથી હોતો. હું બહુ મનાવું ત્યારે તૈયાર થાય. મેં ક્યારેય જબરદસ્તી નથી કરી. એમ છતાં ક્યારે તેનો મૂડ બગડી જશે એ કહેવું મુશ્કેલ છે. 
વિલે પાર્લે


મજાકમાં એવું કહેવાય છે કે પત્નીને પૂરેપૂરી સમજી શક્યો હોય એવો પતિ આજ સુધી જોવા મળ્યો નથી. એનો મતલબ એ નથી કે પત્નીને સમજવાનું છોડી દેવું. તમે કહો છો કે પહેલાં જેવી સેક્સલાઇફ નથી રહી. ઉંમરને કારણે આવતા શારીરિક ફેરફારો અને શરીરમાં ચાલતાં અંત:સ્રાવી પરિવર્તનોને કારણે કામેચ્છા ઘટે એ સ્વાભાવિક છે. જુવાનીના દિવસો સાથે એની કમ્પૅરિઝન કરતા રહેશો તો એ ઠીક નહીં કહેવાય. વાઇફની ઉંમર જોતાં મેનોપૉઝની શરૂઆત શક્યતા પણ નકારી ન શકાય અને ઘણી વાર એવું બનતું હોય છે કે મેનોપૉઝનો તેને અણસાર સુધ્ધાં ન આવ્યો હોય એટલે સ્વભાવમાં આવેલા ચીડિયાપણાનું કારણ તેને પોતાને ખબર પડી ન હોય. આવા સમયે પત્ની પર શંકા કરવાથી વાત વધુ બગડશે. 
ફોરપ્લેની વાત કરીએ તો જે ચેષ્ટા પહેલાં ગમતી હતી એ હવે નથી ગમતી એમાં કંઈ ઍબ્નૉર્મલ નથી. જીવનના દરેક તબક્કે વ્યક્તિની પસંદ-નાપસંદમાં ફરક આવે એ સ્વાભાવિક છે. તેને પહેલાં શું ગમતું હતું એને બદલે અત્યારે શું ગમે છે એ જાણવું તમારા માટે વધુ અગત્યનું છે. તે હળવાશના મૂડમાં હોય ત્યારે હવે તેને ક્યાં સ્પર્શ કરવો ગમે છે અને કઈ ચેષ્ટાઓથી આનંદ અને રોમાંચ મહેસૂસ થાય છે એ પૂછીને પછી આગળ વધશો તો અચાનક જ મૂડ ઑફ થઈ જવાને કારણે આવતી અડચણનો સામનો નહીં કરવો પડે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2022 10:38 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK