પેનિસની જાડાઈ અને લંબાઈ વધે એ માટે શું કરી શકાય? સેક્સ-ડ્રાઇવ લંબાવવા માટે હું કોઈ મેડિસિન લઉં તો ચાલે? યંગ એજમાં એવી દવાઓ લેવાનું શરૂ કરીએ તો કોઈ આડઅસર નહીં થાયને?
કામવેદ
પ્રતીકાત્મક તસવીર
હું અને મારી વાઇફ બન્ને ૨૪ વર્ષનાં છીએ, અમારાં મૅરેજને દોઢ વર્ષ થયું છે. મારો પ્રૉબ્લેમ એ છે કે પેનિટ્રેશન પછી લગભગ દસેક મિનિટની સેક્સસાઇકલ પછી પણ મારી વાઇફને પ્લેઝરનું એક્સાઇટમેન્ટ મળતું નથી. જો મારા પાસ્ટની વાત કહું તો મૅરેજ પહેલાં મારી બે ગર્લફ્રેન્ડ હતી, જે બન્ને સાથે મારા ફિઝિકલ રિલેશન હતા, પણ તે બન્નેને આટલા જ સમયમાં સૅટિસ્ફૅક્શન મળી જતું અને મારી વાઇફને એ આનંદ મળતો નથી. મારી વાઇફ એક્સાઇટમેન્ટ પર પહોંચે એ પહેલાં જ સ્ખલન થઈ જાય છે. છ મહિનાથી આ સમસ્યા છે. બને કે કદાચ મારી પેનિસની સાઇઝ નાની છે. મારી વાઇફને પણ લાગે છે. પેનિસની જાડાઈ અને લંબાઈ વધે એ માટે શું કરી શકાય? સેક્સ-ડ્રાઇવ લંબાવવા માટે હું કોઈ મેડિસિન લઉં તો ચાલે? યંગ એજમાં એવી દવાઓ લેવાનું શરૂ કરીએ તો કોઈ આડઅસર નહીં થાયને?
મલાડ
તમારે થોડી વાતો ધ્યાનથી સમજવાની જરૂરી છે.
પહેલી વાત, અગાઉ ગર્લફ્રેન્ડ્સ સાથે તમે પૂરા આનંદ સાથે સેક્સ કરી ચૂક્યા છો અને એને સૅટિસ્ફૅક્શનની બાબતમાં કોઈ પ્રૉબ્લેમ થયો નથી, જે સૂચવે છે કે તમારા ઑર્ગનની સાઇઝ પૂરતી છે. વાત બીજી, તમારા કહેવા મુજબ વજાઇનાને પેનિસથી પ્રૉપર પકડ નથી આવતી, જેનો એક અર્થ એવો પણ થાય કે વજાઇના લૂઝ હોય અને એને લીધે નૉર્મલ પેનિસમાં પણ એને પ્રૉપર પકડ ન આવતી હોય. વજાઇનામાં પેનિસની પકડ ઢીલી લાગતી હોય તો પેનિટ્રેશન પછી તમારે વાઇફને બે પગની આંટી મારી દેવાનું કહેવું જોઈએ.
તમારે દવા લેવાની કોઈ જરૂર નથી અને હકીકત તો એ પણ છે કે એવી કોઈ દવા આવતી પણ નથી, જે તમારી જાણ ખાતર. એક વાત યાદ રાખજો, સ્ત્રીઓ સ્લો-બર્નર જેવી હોય છે, મહદઅંશે તે ધીમે-ધીમે ઉત્તેજિત થાય, જેને લીધે તેનું એક્સાઇટમેન્ટ લેવલ આવતા વાર લાગે છે. આવા સંજોગોમાં ફોરપ્લે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બને કે તમારી જૂની ગર્લફ્રેન્ડ્સને જેટલી વારના ફોરપ્લેમાં ઉત્તેજના આવી જતી એના કરતાં થોડો વધુ સમય તમારે વાઇફ સાથે ગાળવો પડે, પણ એનાથી રિઝલ્ટ આવશે એ નક્કી છે માટે નિશ્ચિંત રહેજો.