હમણાં પેલી હર્બલ દવા બંધ કરતાં ફરીથી સેક્સ-લાઇફ સાવ ડલ થઈ ગઈ છે. શું સ્પર્મની ક્વૉન્ટિટી અને સેક્સની ઇચ્છાને વધારી શકાય ખરી?
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૩પ અને હસબન્ડની ૪૦ વર્ષ છે. પહેલાં તે ઓકેઝ્નલી ડ્રિન્ક્સ લેતા, પણ પછી એ આદત વધી ગઈ અને છેવટે એવી હાલત થઈ કે તેમને રીહૅબિલિટેશન સેન્ટરમાં મોકલવા પડ્યા. હવે તેઓ ડ્રિન્ક્સ નથી કરતા, પણ હજી એના વિના તેમને લાઇફમાં મજા નથી આવતી. સેક્સ-લાઇફમાંથી સાવ જ રસ ઊડી ગયો છે. મહિને એકાદ-બે વાર માંડ અમે સેક્સ માણીએ છીએ. ઇરેક્શનમાં તેમને વાંધો નથી આવતો, પણ રસ નહોતો પડતો એટલે તેના એક ફ્રેન્ડે કોઈ હર્બલ મેડિસિન આપી, જેને લીધે હવે વીકમાં બે-ત્રણ વખત તેને સેક્સનું મન થાય છે; પણ પહેલાં કરતાં હવે સ્પર્મની માત્રા ઘટી ગઈ છે. હમણાં પેલી હર્બલ દવા બંધ કરતાં ફરીથી સેક્સ-લાઇફ સાવ ડલ થઈ ગઈ છે. શું સ્પર્મની ક્વૉન્ટિટી અને સેક્સની ઇચ્છાને વધારી શકાય ખરી?
ઘાટકોપર
કોઈ પણ વ્યસન છોડવામાં આવે ત્યારે એ વ્યસનને કારણે આવતા વિધડ્રૉઅલ સિમ્પ્ટમ્સને લીધે થોડો સમય પરેશાની રહે અને એ બહુ નૅચરલ છે. આલ્કોહૉલ છોડ્યા પછી માત્ર સેક્સ પ્રત્યે જ નહીં, લાઇફમાંથી પણ ઇન્ટરેસ્ટ ઊડી ગયો હોય એવી ફીલિંગ પણ આવતી હોય છે. આવા સમયે જો સૌથી વધારે તેમને કોઈની જરૂર હોય તો એ પાર્ટનરની અને તેના હૂંફ અને સાથ-સહકારની.
તમે હર્બલ દવાનું નામ આપ્યું નથી એટલે એના વિશે કોઈ કમેન્ટ ન કરી શકાય. પણ એટલું કહીશ કે ક્યારેય યાર-દોસ્તોના ભરોસે મેડિસિન ન લેવી જોઈએ. બહેતર છે કે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તેના ગાઇડન્સ મુજબ દવા લો. હર્બલ દવાઓમાં ઘણી વખત વાયેગ્રા ભૂકો કરીને નંખાતી હોવાનું બહાર આવ્યું છે એટલે દવા શેમાંથી બની છે એ જાણવું જરૂરી છે.
સ્પર્મની ક્વૉન્ટિટીને સેક્સની ઇચ્છા સાથે કોઈ સીધો સંબંધ નથી. વીર્યની માત્રા વધુ તો સેક્સનું વધારે મન થાય એવું માનવું ભૂલભરેલું છે. સ્ટ્રેસ અને બીજા અનેક એવા પ્રૉબ્લેમ છે જેને લીધે સ્પર્મની ક્વૉન્ટિટીમાં દેખીતો ફરક પડે. ઘણી વાર એવું પણ બને કે સેક્સની બે સાઇકલ વચ્ચે સમય બહુ ટૂંકો હોય તો પણ માત્રા ઘટી જાય. જોકે હું અત્યારે તમને એક જ ઍડ્વાઇઝ આપીશ કે તમે તમારા હસબન્ડને મૅક્સિમમ પ્રેમ અને લાગણી આપો, તેને એની તાતી જરૂરિયાત છે.