હજી વૉટ્સઍપે આવી સર્વિસ શરૂ નથી કરી, પરંતુ એક થર્ડ પાર્ટી સર્વિસની મદદથી આ હવે શક્ય છે. અજાણી વ્યક્તિને વૉટ્સઍપ મેસેજ કરવા માટે એનો નંબર મોબાઇલમાં સેવ કરવો હવે જરાય જરૂરી નથી
ટેક ટૉક
નંબર સેવ કર્યા વગર કેવી રીતે કરશો વૉટ્સઍપ મેસેજ?
આજે પર્સનલ લાઇફ હોય કે પ્રોફેશનલ લાઇફ, ઇન્સ્ટન્ટ મેસેજિસ ખૂબ જ મહત્ત્વના છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઍપ્લિકેશનમાં વૉટ્સઍપનો સમાવેશ થાય છે. ઘણી કંપનીઓમાં કામ કરવા માટે પણ વૉટ્સઍપ પર ગ્રુપ હોય છે અને એના દ્વારા કામ વધુ સરળ બનતું હોય છે. જોકે પર્સનલ અને પ્રોફેશનલ બન્નેમાં ઘણી વાર એવું જરૂરી બને છે કે યુઝર્સે કોઈ અજાણી વ્યક્તિને મેસેજ કરવાની જરૂર પડે છે. જોકે વૉટ્સઍપમાં નંબર સેવ કરવા પહેલાં મેસેજ કરવો સરળ નથી. વૉટ્સઍપ કરવું હોય તો યુઝર માટે પહેલાં નંબર સેવ કરવો જરૂરી છે.
નંબર સેવ કરવો કે નહીં? | ઘણી વાર યુઝર એવું વિચારે છે કે નંબર સેવ કરવામાં શું થવાનું? એક નંબર જ તો છે. જોકે આ નંબર સેવ કરતાંની સાથે તમારી તમામ પ્રાઇવસી ફીચર બેકાર બની જાય છે. યુઝર નંબર સેવ કરતાંની સાથે જ એના ડિસ્પ્લે પિક્ચર, એનું સ્ટેટસ, એની સ્ટોરી તમામનું ઍક્સેસ એવી વ્યક્તિને આપી દે છે જેને તે ઓળખતો પણ નથી. તેમ જ લાસ્ટ સીન બંધ ન કર્યું હોય તો ક્યારે ઑનલાઇન થયો અને મેસેજ રીડ કર્યો છે કે નહીં જેવી માહિતી પણ મળી જતી હોય છે. આ માટે નંબર સેવ કરતાં પહેલાં હંમેશાં વિચાર કરવો જોઈએ.
નંબર સેવ ન કર્યો હોય તો કેવી રીતે મેસેજ કરશો? | નંબર સેવ કર્યા વગર પણ હવે મેસેજ કરવો શક્ય છે. જોકે એ માટે કેટલાંક સ્ટેપ છે જે કરવાં પડે છે. આ કરતાંની સાથે જ કોઈને પણ મેસેજ સેન્ડ કરી શકાશે. જોકે એ માટે જે-તે વ્યક્તિ જે-તે નંબર પર વૉટ્સઍપનો ઉપયોગ કરતી હોવી જરૂરી છે. જો તે વ્યક્તિ ઉપયોગ ન કરતી હોય તો તેને મેસેજ કરવો શક્ય નથી. આ માટે યુઝર્સે સૌથી પહેલાં મોબાઇલનું બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. બ્રાઉઝર ઓપન કર્યા બાદ એમાંhttps://wa.me/+91989833XXXX નાખવાનો રહેશે. આ નંબર એ વ્યક્તિનો નાખવો જેની સાથે તમે ચૅટ કરવા માગતા હો. આ એન્ટર કર્યા બાદ વૉટ્સઍપનું એક નવું પેજ ઓપન થશે. આ પેજ પર એક ગ્રીન કલરનું બટન હશે. એના પર ક્લિક કરતાં તરત જ વૉટ્સઍપ ઓપન થઈ એમાં જે-તે નંબરની ચૅટ ઓપન થઈ જશે અને ત્યાર બાદ તેની સાથે ચૅટ કરી શકાશે. જોકે આ માટે નંબરની સાથે જે-તે દેશનો કન્ટ્રી કોડ નાખવો જરૂરી છે. ઉદાહરણ તરીકે ભારતનો +91 નાખવો જરૂરી છે. આ પ્રોસેસ થોડી લાંબી લાગશે, પરંતુ એને જ્યારે કરવામાં આવે ત્યારે એ માટે એક મિનિટનો પણ સમય નથી લાગતો. એક વાર એની આદત પડી ગયા બાદ સેકન્ડની અંદર આ પ્રોસેસ થઈ જશે. તેમ જ આ લિન્કને કોઈ પણ બ્રાઉઝર પરથી ઍક્સેસ કરી શકાય છે.
અત્યારે કેટલાક પ્રાઇવસી ઑપ્શનને કારણે આ ફીચરનો ઉપયોગ ઍપ્લિકેશનમાં આપવામાં નથી આવ્યો, પરંતુ બહુ જલદી એ ફીચર પણ આપવામાં આવશે એવી ચર્ચા છે, કારણ કે વૉટ્સઍપ સતત એ વિશે પ્રયાસ કરી રહ્યું છે.