Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો તમારા માટે કેવું રહેશે આ અઠવાડિયું

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો તમારા માટે કેવું રહેશે આ અઠવાડિયું

Published : 22 May, 2022 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એરિઝ (૨૧ માર્ચથી ૧૯ એપ્રિલ): જીવનના અગત્‍યના નિર્ણય ખૂબ સમજી-વિચારીને લેશો. આપ આપની લાગણીઓ અને ભાવનાઓ વિશે કોઈ નિકટના સ્વજન સાથે વાત કરવા ઇચ્‍છતા હશો તો બપોર પછીનો સમય અત્‍યંત અનુકૂળ રહેશે.


ટૉરસ (૨૦ એપ્રિલથી ૨૦ મે): દિવસના પૂર્વાર્ધમાં આપ પેટની તકલીફથી પરેશાન હશો. આના માટે તત્‍કાલ ડૉક્ટરની સલાહ લઈ લેવી જરૂરી છે. બીજી તરફ ૫રિવારિક વાતાવરણ થોડું ડહોળાયેલું રહેશે, એમ ગણેશજી કહે છે.



જેમિની (૨૧ મેથી ૨૦ જૂન) : આજે આ૫ આર્થિક બાબતો, મજિયારી મિલકત અને અન્‍ય અસ્‍કયામતની બાબતે ચિંતિત રહેશો. અંગત વસ્‍તુઓ પ્રત્‍યે આજે વધારે આધિ૫ત્‍યની ભાવના ધરાવશો, કોઈને એમાં સહભાગી નહીં બનાવો.


કેન્સર (૨૧ જૂનથી ૨૨ જુલાઈ):   ગણેશજી કહે છે કે આપના જીવનસાથી આપને કોઈ ખાસ ભેટ આપીને આશ્ચર્યમાં ગરકાવ કરી દેશે. ઊજળા અને સલામત ભવિષ્ય માટે આપના જીવનસાથી સાથે ચર્ચા કરવા માટે આપ ઉત્‍સુક રહેશો.

લિઓ (૨૩ જુલાઈથી ૨૨ ઑગસ્ટ): આજે આપ આપના સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરો, જેથી આત્મસંતોષની લાગણી અનુભવશો, છતાં સમાધાનકારી વલણ રાખવું જરૂરી છે. એટલે દરેક બાબતમાં વ્‍યવહારુ અભિગમ રાખવો જરૂરી છે.


વર્ગો (૨૩ ઑગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર): ગણેશજી કહે છે કે આજે આપ અધૂરી યોજનાઓ ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરશો. આજે આપનું મગજ સક્રિય હશે, ૫રંતુ શારીરિક રીતે આપ થોડા નિષ્ક્રિય રહેશો. આપ એકલા ૫ડી ગયા હોવાની લાગણી અનુભવશો.

લિબ્રા (૨૩ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર) : સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્‍ત કરવા આપ પ્રયત્‍નશીલ રહેશો. આ પ્રતિષ્ઠા પ્રસાર માધ્‍યમ દ્વારા અથવા તો આપના વિચારો મારફતે પ્રાપ્‍ત થાય. ફુરસદના સમયનો સદુ૫યોગ કરીને નવા-નવા વિષયોનું અધ્‍યયન કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર) : કામમાં ઝડપી નિર્ણય લઈને ત્‍વરિત ૫રિણામ મેળવી શકશો. બપોર ૫છી હતાશા આપની બુદ્ધિને કુંઠિત ન કરી દે એની કાળજી રાખવી. માનસિક તાણ વધવાના કારણે આપની ક્ષમતાઓ વ્‍યર્થ જશે.

સેજિટેરિયસ (૨૨ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર) : જો આપને ફિલસૂફી, ધર્મ અને આધ્‍યાત્મિક બાબત રસ હશે તો આપના જેવી જ રુચિ ધરાવતી વ્‍યક્તિઓ સાથે મુલાકાત થશે અને તેમની સાથે દોસ્‍તી કેળવાશે. આપ બીજાના કામ ૫ર ધ્‍યાન આપશો.

કેપ્રિકોર્ન (૨૨ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી) : આજે આપ ઑફિસમાં સખત ૫રિશ્રમ કરશો અને સ્‍ટાફના અન્‍ય લોકો ૫ણ આપને અનુસરે એવી અપેક્ષા રાખશો. લોકો પોતાની સમસ્‍યાઓ માટે આપને મળે અને આપની સલાહ લે એવી શક્યતા છે.

એક્વેરિયસ (૨૦ જાન્યુઆરીથી ૧૮ ફેબ્રુઆરી) : આપ વધુ જાણકારી મેળવવાના મૂડમાં હશો. સમૃદ્ધ જ્ઞાન સફળતાનું મુખ્‍ય કારણ છે. ગણેશજી આ દિશામાં કામગીરી શરૂ કરવાનું સૂચન કરે છે. ૫રિણામલક્ષી ધંધાદારી વાતચીત માટે દિવસ અનુકૂળ છે.

પાઇસિસ (૧૯ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ): દિવસના પૂર્વાર્ધમાં આપ સારી ૫રિસ્થિતિમાં હશો, ૫રંતુ દિવસ ૫સાર થતો જશે એમ-એમ આપ ચિંતા અને માનસિક તનાવથી ૫રેશાની અનુભવશો. આપની ચિંતાનું મુખ્‍ય કારણ પૈસા હોઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2022 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK