આઇરિશ શો ‘બ્લડ’નું હવે ઇન્ડિયન વર્ઝન બનવા જઈ રહ્યું છે. આયરલૅન્ડનો આ એક થ્રિલર-મિસ્ટરી શો છે જેને મિહિર દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.
આઇરિશ શો ‘બ્લડ’નું બનશે ઇન્ડિયન વર્ઝન
આઇરિશ શો ‘બ્લડ’નું હવે ઇન્ડિયન વર્ઝન બનવા જઈ રહ્યું છે. આયરલૅન્ડનો આ એક થ્રિલર-મિસ્ટરી શો છે જેને મિહિર દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. શો રનર તરીકે ગુરમીત સિંહ જોવા મળશે જેને ડ્રીમર્સ ઍન્ડ ડોયર્સ કંપની (રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ઇન્ડિયન વર્ઝનનું પણ આ જ નામ રાખવામાં આવશે. શોફી પેટ્ઝેલે લખેલા આ શોની પહેલી સીઝનને ૨૦૧૮ના નવેમ્બરમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સ્ટોરી એક ફૅમિલીની છે. આ ફૅમિલીમાં મમ્મીનું તેના ઘરમાં મૃત્યુ થાય છે. તે પડી જાય છે અને માથામાં પથ્થર વાગી તેનું મૃત્યુ થાય છે. જોકે દીકરીને લાગે છે કે તેની મમ્મીનું મૃત્યુ એક અકસ્માત નહીં, પરંતુ તેના પિતાનો હાથ હોઈ શકે છે. આથી તે સત્ય શું છે એની શોધ કરે છે. જોકે આ શોમાં લીડ પાત્રમાં હિરોઇન જ રાખે છે કે પછી એને હીરોના પાત્રમાં કન્વર્ટ કરે છે એ જોવું રહ્યું.