અધ્યયન સુમનનું કહેવું છે કે બૉલીવુડમાં નેપોટિઝમને કારણે તેને કોઈ લાભ નથી થયો.
અધ્યયન સુમન
અધ્યયન સુમનનું કહેવું છે કે બૉલીવુડમાં નેપોટિઝમને કારણે તેને કોઈ લાભ નથી થયો. તે બૉબી દેઓલની ‘આશ્રમ’ની ત્રીજી
સીઝનમાં પણ જોવા મળશે. બૉલીવુડમાં હંમેશાં નેપોટિઝમ ચર્ચાનો વિષય બને છે.
જોકે એવાં પણ ઘણાં ઉદાહરણ છે એ સાબિત કરી આપે છે કે બૉલીવુડમાં ફક્ત ટૅલન્ટેડ લોકો જ ટકી શકે છે.
આ વિશે વાત કરતાં અધ્યયન સુમને કહ્યું હતું કે ‘નેપોટિઝમે ક્યારેય મારી ફેવરમાં કામ નથી કર્યું. કોણ કામ કરશે અને કોને કામ નહીં મળે એ બધું દર્શકોના હાથમાં હોય છે. નેપોટિઝમને લઈને જે ડિબેટ ચાલે છે એ હંમેશાંથી નિરર્થક રહી છે.
આજે કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ માટે વખાણ થઈ રહ્યાં છે અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે આલિયાનાં પણ વખાણ થયાં છે. આજના જમાનામાં કન્ટેન્ટ અને ટૅલન્ટ જ ચાલી શકે છે.’