હૉલીવુડના ઍક્ટર વિલ સ્મિથનું કહેવું છે કે તેના બાળપણના ટ્રૉમાને કારણે તે આજે એક સારો ઍક્ટર બન્યો છે.
વિલ સ્મિથ
હૉલીવુડના ઍક્ટર વિલ સ્મિથનું કહેવું છે કે તેના બાળપણના ટ્રૉમાને કારણે તે આજે એક સારો ઍક્ટર બન્યો છે. તેણે તેની ઑટોબાયોગ્રાફી ‘વિલ’માં આ વિશે વાત કરી છે. આ બુકમાં તેણે તેના ફિલાડેલ્ફિયાના દિવસો વિશે પણ વાત કરી છે જ્યાં તે મોટો થયો હતો અને તેણે ડોમેસ્ટિક વાયલન્સને પણ જોયું હતું, જ્યાં તેના પિતા તેની મમ્મીને મારતા હતા. તેણે હાલમાં જ નેટફ્લિક્સની સિરીઝ ‘માય નેક્સ્ટ ગેસ્ટ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન’માં હાજરી આપી હતી.
આ વિશે વિલ સ્મિથે કહ્યું હતું કે ‘હું જ્યારે આવું ત્યારે લોકો ખુશ અને સારું ફીલ કરવા જોઈએ એવું હું માનું છું. મારું ઘર જ્યારે મેં એ રીતનું જોયું ત્યારે હું પોતાને સેફ માનતો હતો. મારા અનુભવો, મારી લાઇફ અને મારી બુકને કારણે મારી અંદરનો એક પાર્ટ અનલૉક થયો હોય એવું મને લાગે છે. એક ઍક્ટર તરીકે આ એક અલગ જ વસ્તુ છે જેનો મેં અનુભવ કર્યો હતો. લાઇફ મારા માટે હાલમાં ખૂબ જ સુંદર અને એક્સાઇટિંગ છે, કારણ કે હું લોકોને અલગ રીતે અપ્રોચ કરી રહ્યો છું. હું મારા દુઃખ
અને દર્દને કારણે લોકો સુધી હવે
અલગ રીતે પહોંચી શકું છું. હું હવે મારી આર્ટમાં એકદમ કૂદકો મારવા માટે તૈયાર છું.’