બેનેડિક્ટે કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ તેમનાથી શક્ય હોય એટલું કરવું જોઈએ`
બેનેડિક્ટ કમ્બરબૅચ
હૉલીવુડનો ઍક્ટર બેનેડિક્ટ કમ્બરબૅચ યુક્રેનના રેફ્યુજી માટે ઘરની વ્યવસ્થા કરવાની પહેલ ચલાવી રહ્યો છે. યુકેની સરકારે હોમ ફૉર યુક્રેનની સ્કીમ બહાર પાડી છે. આ સ્કીમની મદદથી બ્રિટિશ લોકોને રેફ્યુજીની મદદ કરવાની તક મળશે. બેનેડિક્ટે બાફટાની રેડ કાર્પેટ પર યુક્રેનના ઝંડાનો બેજ પહેર્યો હતો. આ વિશે બેનેડિક્ટે કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ તેમનાથી શક્ય હોય એટલું કરવું જોઈએ. આપણે બધાએ બેજ પહેરવા કરતાં વધુ કરવાની જરૂર છે. આપણે ડોનેશન કરવાની જરૂર છે. આપણે આપણા પૉલિટિશ્યન પર પ્રેશર લાવવાની જરૂર છે કે જેથી તેઓ રેફ્યુજીઓ માટે અહીં સ્વર્ગ બનાવી શકે. ઘણા લોકો સ્વેચ્છાએ તેમના ઘરમાં આવા રેફ્યુજીઓને સહારો આપી રહ્યા છે. હું પણ આવા લોકોને મદદ કરીશ.