સિનેજગતના અનેક રેકોર્ડ્સ તોડયા બાદ `ચાલ જીવી લઈએ` નો દબદબા સાથે ૪ થા વર્ષમાં પ્રવેશ.
૬ઠ્ઠી મે ૨૦૨૨ નાં રોજ રીલિઝ થનારી મલ્ટિ-સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ ઈન્ડસ્ટ્રીને નવી ઉર્જા આપવા જઈ રહી છે
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, ફિલ્મ નિર્માણમાં કલાની દ્રષ્ટિએ ‘ચાલ જીવી લઈએ’ એ અનેક સિદ્ધિઓ મેળવી છે. આજે થિયેટરમાં દર અઠવાડિયે ફિલ્મો બદલાતી રહે છે એવા સમયમાં “ચાલ જીવી લઈએ” એ તમામ રેકોર્ડસ્ તોડી સફળતા પૂર્વક ૪ થા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૨૦૧૯ થી અત્યાર સુધી ૫૦૦ થી વધુ ફિલ્મો થિયેટરમાં આવી ગઈ, પણ “ચાલ જીવી લઈએ” આજેય સફળતાપૂર્વક ચાલી રહી છે.
દર્શકોનો પ્રેમ જ ફિલ્મને થિયેટરમાં ટકાવી રાખે છે અને સફળ બનાવે છે. “ચાલ જીવી લઈએ” નાં નિર્માતા, રશ્મિન મજીઠીયા કહે છે કે "અમે ફક્ત અમારા ઉત્તમ પ્રયત્નો કર્યા અને ફિલ્મ બનાવી, પરંતુ તેની સફળતાનું સંપૂર્ણ શ્રેય દર્શકોને ફાળે જાય છે. એ જ ફિલ્મને ચલાવે છે. અમને વિશ્વાસ છે કે ફિલ્મના ચોથા વર્ષમાં પણ દર્શકનો અપાર પ્રેમ અને લાગણી મળતા જ રહેશે. જેના માટે અમે અત્યારથી જ પ્રેક્ષકોનાં હ્રદય પૂર્વક આભારી છીએ, અમે ભવિષ્યમાં વધુ સારું અને સર્વશ્રેષ્ઠ મનોરંજન આપતા રહીશું.
ADVERTISEMENT
થિયેટરમાં લોકો રોમાન્સ અને એક્શન વાળી ફિલ્મો જ જોવા જાય છે. એવી ધારણા આ ફિલ્મ આવ્યા બાદ બદલાઈ છે. પારિવારિક સંબંધ અને લાગણીઓ સાથે સંકળાયેલી આ ફિલ્મ ૪ થા વર્ષમાં પ્રવેશ કર્યો, એ જ દર્શાવે છે કે ‘સંપૂર્ણ પારિવારિક મનોરંજન’ બનાવવાનો નિર્માતાનો પ્રયોગ સફળ રહ્યો.
ગર્વની વાત તો એ છે કે `ચાલ જીવી લઈએ` એ ભારતની ૪ સૌથી લાંબી ચાલતી ફિલ્મોની યાદીમાં સ્થાન બનાવ્યું છે. આજે જ્યારે `ચાલ જીવી લઈએ` ની બીજી ભાષાઓમાં રિમેક બની રહી છે ત્યારે, પ્રાદેશિક ભાષામાં ગૌરવવંતુ સ્થાન મેળવનારી આ એક અગ્રણી ફિલ્મ બની ગઈ છે. બૉલીવૂડના સદાબહાર સુપરસ્ટાર શ્રી ઋષિ કપૂરનું ધ્યાન આ ફિલ્મે ખેંચ્યું હતું અને તેઓ તેમના પ્રિય પુત્ર રણબીર કપૂર સાથે બૉલીવુડમાં ‘ચાલ જીવી લઈએ’ ની રિમેક બનાવવા માંગતા હતા. પરંતુ, તેમના આકસ્મિક અવસાનથી તે શક્ય નહિ થયું.
નિર્માતા રશ્મિન મજીઠિયાએ કહ્યું “થિયેટરોમાં અણનમ ૧૦૦૦ દિવસમાં ૧૦૦ થી વધુ શો ના વિશ્વરેકોર્ડ સાથે આ સદીની સૌથી લાંબી ચાલનારી ફિલ્મે હવે ૪ થા વર્ષમાં પ્રવેશ કર્યા પછી, અમને લાગે છે કે એક સારી ફિલ્મ બનાવવા માટે અમે કરેલી મહેનતનું ફળ અમને મળ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેની ક્ષમતા આખી દુનિયાને બતાડવા માટે ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મની જરૂર હતી. ફિલ્મની ભવ્ય સફળતા જોઈ એટલું તો કહી શકાય કે ‘ચાલ જીવી લઈએ’ એક પ્રભાવશાળી ફિલ્મ છે, જેણે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નવો જોશ આપી તેને આખી દુનિયામાં આગવું સ્થાન અપાવ્યું છે.
કોકોનટ મોશન પિક્ચર્સ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ છે, ગુજરાતી ફિલ્મોનાં સ્તરને વિશ્વકક્ષાએ પહોંચાડવા, ફિલ્મ નિર્માણની સાથે સાથે નવી અને જૂની ફિલ્મોનાં હક્કો મેળવી એને સાચવી રાખવા તથા ટેલેન્ટેડ નિર્માતા, દિગ્દર્શકને પ્રોત્સાહિત કરવા તેઓ હંમેશા તૈયાર છે. સમગ્ર ફિલ્મ જગતમાં ગુજરાતી ફિલ્મોને એક સન્માનનીય સ્થાન અપાવવું એ જ એમનો ધ્યેય છે.
સમય અનુસાર બનતી ફિલ્મોને પ્રેક્ષકો આવકારે જ છે, કોકોનટ મોશન પિક્ચર્સ નવા જ કન્ટેન્ટની ધમાકેદાર ફિલ્મ સાથે તૈયાર છે. ૬ઠ્ઠી મે ૨૦૨૨ નાં રોજ રીલિઝ થનારી મલ્ટિ-સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ ઈન્ડસ્ટ્રીને નવી ઉર્જા આપવા જઈ રહી છે. એક સંપૂર્ણ ફેમિલી-કોમેડી-ડ્રામા ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રિયા પાઠક, સંજય ગોરડિયા, વંદના પાઠક, ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગર જેવા નામવંત કલાકારો છે. ગુજરાતી ફિલ્મમાં આવી સફળ મહારથીઓની સ્ટારકાસ્ટ આ પહેલા ક્યારેય આવી નથી. આ ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે અને સંગીત સચિન-જીગરે આપ્યું છે. તો તૈયાર થઈ જાવ, સહ પરિવાર ‘કહેવતલાલ પરિવાર’ નાં મહેમાન બનવા, તમારા નજીકના સિનેમાઘરોમાં. આ ફિલ્મનું ગીત ‘ઉઠો ઉઠો’ અત્યારથી જ દર્શકોએ સપ્રેમ વધાવી લીધું છે.
Song:
https://www.youtube.com/watch?v=C9jH3kXzzUs
Motion Poster:
https://www.youtube.com/watch?v=MuOzO9zAXL0