આ ફિલ્મનું શૂટિંગ હાલમાં સલમાને મુંબઈમાં શરૂ કર્યું છે
સલમાન ખાન
સલમાન ખાને તેની આગામી ફિલ્મનો લુક જાહેર કર્યો છે. જોકે આ ફિલ્મ કદાચ ‘કભી ઈદ કભી દિવાલી’ હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં સલમાને મુંબઈમાં શરૂ કર્યું છે. ૧૦ દિવસ સુધી વિલે પાર્લેમાં શૂટિંગ ચાલશે. આ નવા લુકમાં તે ખૂબ આક્રમક દેખાઈ રહ્યો છે. તેના હાથમાં સળિયો છે અને તેણે બ્લૅક જૅકેટ અને સનગ્લાસિસ પહેર્યાં છે. ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં આયુષ શર્મા અને શહેનાઝ ગિલ પણ જોવા મળશે. ફિલ્મને ડિસેમ્બરમાં સલમાનના બર્થ-ડે વખતે રિલીઝ કરવામાં આવશે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી છે, ‘મારી નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.’

