જાહ્નવી કપૂર લીડ રોલમાં
‘ગુડ લક જેરી’માં જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરની ‘ગુડ લક જેરી’ થિયેટર્સમાં નહીં, પરંતુ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની શક્યતા છે. આ બ્લૅક-કૉમેડી ક્રાઇમ ફિલ્મમાં દીપક ડોબરિયાલ, મીતા વશિષ્ટ, નીરજ સૂદ અને સુશાંત સિંહ પણ લીડ રોલમાં દેખાશે. ૨૦૧૮માં આવેલી તામિલ ફિલ્મ ‘કોલમાવુ કોકિલા’ની આ હિન્દી રીમેક છે. સિદ્ધાર્થ સેનગુપ્તા એનો ડિરેક્ટર છે. આનંદ એલ. રાય એને પ્રોડ્યુસ કરી રહ્યો છે. જાહ્નવીની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ‘મિલી’માં જોવા મળવાની છે. તેના ડૅડી બોની કપૂર આ ફિલ્મ બનાવી રહ્યા છે.