આજે જવાહર લાલ નેહરુનો જન્મદિવસ છે, જે દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ(Childrens day) ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ( Jawaharlal Nehru)નો જન્મદિવસ છે. આ ખાસ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકો સાથે જવાહર લાલ નેહુરને ખુબ જ પ્રેમ હતો, માટે બાળકો તેમને ચાચા નેહરુના નામથી બોલાવતા હતાં. બાળ દિવસ રાષ્ટ્રીય તહેવારના રુપમાં ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ આજે બાળ દિવસ પર બાળકોએ જોવા જેવી ફિલ્મો વિશે. જે ફિલ્મો બાળકનો મનોરંજન સાથે પ્રેરણા અને જુસ્સો પુરો પાડે છે.
ધ લાયન કિંગ (The Lion King)
ADVERTISEMENT
આ ડિઝની સ્ટેપલને એનિમેટેડ ગુડ-વર્સસ-એવિલ ફિલ્મ તરીકે ગણવી સરળ હોઈ શકે છે, પરંતુ ધ લાયન કિંગ એક શક્તિશાળી પંચ પેક કરે છે. સિંહના બચ્ચા સિમ્બાના સાહસો, જેમણે તેના મૃત પિતા મુફાસાનો વારસો પાછો મેળવવા માટે તેના દુષ્ટ કાકા સ્કારના ક્રોધનો સામનો કરવો પડે છે. તે આપણને જીવન માટે ઘણું શીખવે છે.
ચિલ્લર પાર્ટી (Chillar party)
વર્ષે 2011માં આવેલી આ બૉલિવૂડ ફિલ્મ એક ફની અને ભાવનાત્મક કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં માસુમ બાળકોની ગેંગ તેના એક મિત્રને મદદ કરવા માટે શું શું કરે છે, તે દર્શાવવામાં આવ્યું છે. બાળકોએ ફિલ્મમાંથી શીખવા જેવું છે કે જો તમારી પાસે કોઈ દ્રષ્ટિકોણ છે તો તેને બહાર લાવો.
માય ફ્રેન્ડ ગણેશા (My friend Ganesh)
ત્યારે શું થાય જ્યારે એક એકલો પડી ગયેલો બાળક મિત્રની શોધ કરતો હોય અને એમાં તેને મિત્ર રુપે ભગવાન ગણેશ મળી જાય તો તો પછી ચમત્કાર જ હોય ને. ગણેશ અને તે બાળકની કેવી રીતે મિત્રતા થાય છે અને આગલ તેની દેસ્તી કેવી રીતે ચાલે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 2008માં રિલીઝ થઈ હતી.
ધ જંગલ બુક( The jungle book)
2016 માં રિલીઝ થયેલી ધ જંગલ બુક વિશ્વભરમાં સફળ થવાનું એક કારણ કદાચ એ હતું કે 90 ના દાયકાના બાળક માટે તે અદભૂત કાર્ટૂન ભૂલી જવાનું અશક્ય હતું જે અમે બાળકો તરીકે જોતા મોટા થયા હતા. રુડયાર્ડ કિપલિંગની ફિલ્મ મોગલીની વાર્તા અને જંગલમાં તેના જીવનની શોધ કરે છે, વરુઓ અને રીંછની વચ્ચે અને મોગલીને એક દૂષિત વાઘથી બચાવવા માટે કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે.
તારે જમીન પર (Taare Zameen par)
આ ફિલ્મમાં વિદ્યાર્થી અને ટિચર વચ્ચેના બોન્ડનું અદુભૂત વર્ણન કરવામાં આવ્યું છે. 2007માં આવેલી આ ફિલ્મમાં બતાવવમાં આવ્યું છે એક વિદ્યાર્થીના જીવનમાં ટીચર કેવો રોલ ભજવે છે, એ પણ એક એવા વિદ્યાર્થીના જીવનમાં જે પોતાના માંજ ખોવાયેલો રહેતો હોય. આ ફિલ્મ શીખવે દરેક બાળક સ્પેશિયલ છે, જો કોઈ ભણવામાં હોશિયાર નથી તો અનો મતબલ એ નથી કે તેનામાં કોઈ આવડત નથી.