અભિમન્યુ માને છે કે જિમમાં વર્કઆઉટ કરવા તમારી પાસે પ્રૉપર ટ્રેઇનર જોઈએ અન્યથા તમે જાતને ડૅમેજ કરી બેસો એની પૂરતી શક્યતા છે
ફિટ & ફાઈન
અડધી રાતે પણ તમે પૉઝિટિવ માઇન્ડસેટ સાથે જાગો એનું નામ ફિટનેસ
‘મર્દ કો દર્દ નહીં હોતા’, ‘મીનાક્ષી સુંદરેશ્વર’ અને હવે રિલીઝ થતી ‘નિકમ્મા’ જેવી ફિલ્મોના લીડ હીરો અભિમન્યુ દાસાણી એક સમયની સ્ટાર ઍક્ટ્રેસ એવી ભાગ્યશ્રીનો દીકરો છે. અભિમન્યુ માને છે કે જિમમાં વર્કઆઉટ કરવા તમારી પાસે પ્રૉપર ટ્રેઇનર જોઈએ અન્યથા તમે જાતને ડૅમેજ કરી બેસો એની પૂરતી શક્યતા છે
ફિટનેસ માટે છેલ્લાં દસ વર્ષમાં ઘણી અવેરનેસ આવી છે અને એ એકધારી વધતી જાય છે, જે બહુ સારી વાત છે પણ હું કહીશ કે ફિટનેસની ઍક્ટિવિટી કરતાં રહેવી જોઈએ પણ પ્રૉપર ફૉર્મેટમાં અને પ્રૉપર-વેથી થાય એ બહુ જરૂરી છે. ખાસ કરીને તમે જો જિમમાં વર્કઆઉટ કરતા હો તો તમને આ વાત લાગુ પડે છે. તમારી પાસે પ્રૉપર ટ્રેઇનર અને ગોલ હોય તો અને તો જ તમે તમારા વર્કઆઉટને પહોંચી શકો. બાકી એવું બને કે તમે આજુબાજુમાં જોઈ-જોઈને વર્કઆઉટ કરવા જાઓ અને એવું કરવામાં તમે તમારી જ જાતને ડૅમેજ કરી બેસો. માત્ર વર્કઆઉટ કે ડાયટ-પ્લાન તૈયાર કરીને એના પર ચાલો તો તમને જોઈએ એવું રિઝલ્ટ મળવાનું નથી અને મળશે તો એ લાંબો સમય રહેશે નહીં. પ્રૉપર ટ્રેઇનર કે પછી ગોલ બહુ અગત્યના છે.
મારા માટે ફિટનેસની સિમ્પલ વ્યાખ્યા એક જ છે, ફીલ ગુડ. તમે ફિટ હો ત્યારે તમને જે ફીલિંગ મળે એ ગુડ ફીલિંગ્સ છે. તમે જાગો ત્યારથી લઈને રાતે સૂતા હો અને અચાનક કોઈ તમને જગાડે ત્યારે પણ તમે જે પૉઝિટિવ એનર્જી સાથે જાગો એનું નામ ફિટનેસ. જો તમે ફિટ ન હો તો એ ફીલિંગ્સ આવવાની નથી.
હું કહીશ કે દરેકેદરેક વ્યક્તિએ એટલું યાદ રાખવું જોઈએ કે બૉડીની કોઈ લિમિટ નથી પણ એનો અર્થ એવો પણ નથી કે બૉડીને લિમિટ બહાર લઈ જવાની કોશિશ પણ કરવી જોઈએ. એવું કરવું એ બહુ મોટું રિસ્ક છે એટલે બહેતર છે કે બૉડીને એક જ વાત સમજાવીએ કે ફીલ ગુડ સાથે રહેવું છે અને ફીલ ગુડ સાથે જ આસપાસના સૌકોઈને હૅપીનેસ આપવી છે.
મી ઍન્ડ માય વર્કઆઉટ
હું ટેન્થમાં હતો ત્યારે મારું વજન વધારે હતું અને એ વખતે મારો એક ક્રશ હતો જે ઍથ્લિટ હતી. એના જેટલા ઍક્ટિવ અને ફિટ થવાનો મને બહુ વિચાર આવતો અને એમાં એક દિવસ મેં એક કંપનીની ટૅગલાઇન વાંચીઃ જસ્ટ ડૂ ઇટ.
સિમ્પલ. મેં એ ઇમ્પ્લિમેન્ટ કરી દીધી. એ સમયનું મારું વર્કઆઉટ બહુ સિમ્પલ હતું. બીચ પર રનિંગ કરવાનું અને રોજ એક કલાક સ્વિમિંગ કરવાનું. ટાર્ગેટ હતો વજન ઘટાડવાનો એટલે હું એ બધી ઍક્ટિવિટી કરતો જે વજન ઘટાડવામાં હેલ્પફુલ બને. જો તમને સ્પોર્ટ્સમાં રસ હોય તો વીકમાં એક વાર તમારી ફેવરિટ ગેમ રમવી જ જોઈએ. સ્પોર્ટ્સ ફિટનેસમાં તો હેલ્પફુલ છે જ પણ એ તમારામાં ડિસિપ્લિન, પેશન્સ જેવી ક્વૉલિટી અને સાથોસાથ ટીમ વર્ક અને પ્રૉબ્લેમ સૉલ્વિંગ પણ શીખવે છે.
મેં વજન ઘટાડવાનું શરૂ કર્યું ત્યારે હું ફુટબૉલ, હૅન્ડબૉલ બધું રમતો. એ પછી તો હું સ્ટેટ લેવલ ચૅમ્પિયનશિપ પણ રમ્યો અને ઍથ્લિટ પણ બન્યો. આજે પણ જો મને સમય મળે ત્યારે હું ફુટબૉલ રમવાનું ચૂકતો નથી. અત્યારની વાત કરું તો હું વર્કઆઉટમાં જિમિંગ, સ્વિમિંગ અને માર્શલ આર્ટ કરું છું. મારી ફિલ્મ ‘નિકમ્મા’ માટે મેં ટર્કીમાં હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બેટ અને ક્રાવ માગાની પણ ટ્રેઇનિંગ લીધી. કામ મુજબનું વર્કઆઉટ ન કરવાનું હોય તો હું સ્પોર્ટ્સ અને સ્વિમિંગ કરતો રહું. વર્કઆઉટ દિવસમાં બે વાર હોય. સવારે હાર્ડ-કોર જિમ વર્કઆઉટ હોય અને સાંજે વૉકિંગ, સાઇક્લિંગ, સ્વિમિંગ જેવી કોઈ ઍક્ટિવિટી કરું જે એક કલાકની હોય.
વાત ડાઇનિંગ ટેબલની
હું ફૂડી છું પણ બધું કન્ટ્રોલમાં ખાઉં. બહાર નીકળતી વખતે મારી સાથે મારાં બે મીલ હોય, જે ઘરેથી જ રેડી થાય. ઘરનું ફૂડ મારું ફેવરિટ છે.
ખાવાની બાબતમાં હું કોઈ આઇટમ અવૉઇડ નથી કરતો. હા, ડીપ-ફ્રાય વરાઇટી નહીં ખાવાની અને શુગર નહીં લેવાની. વીકમાં એકાદ વાર ચૉકલેટ્સ અને સ્વીટ્સ પણ લઉં પણ કન્ટ્રોલમાં. યાદ રાખજો, જે ફીલ ગુડ ફીલિંગ્સ છે એ તમે ભૂખ્યા રહીને ક્યારેય મેળવી ન શકો એટલે ભાવતું ખાવું પણ કન્ટ્રોલ સાથે.
દિવસ દરમિયાન હું પાંચ લિટર પાણી પીઉં છું. હેવી વર્કઆઉટ કરતા લોકોએ આટલું પાણી પીવું જોઈએ તો નૉર્મલ ઍક્ટિવિટી કરતા લોકોએ પણ ત્રણ લિટર પાણી પીવું જોઈએ જેથી બૉડી હાઇડ્રેટ, ઍક્ટિવ અને ફ્રેશ રહે. મારે જ્યારે કોઈ રોલ માટે બૉડી-શેપ ચેન્જ કરવાનો હોય ત્યારે મારી ડાયટ સ્ટ્રિક્ટ હોય. જેમ કે ‘મીનાક્ષી સુંદરેશ્વર’ માટે મેં મેં દસ કિલો વજન ઘટાડ્યું અને ‘નિકમ્મા’ માટે સાત કિલો વજન વધાર્યું. બૉડી વધારવાનું હોય ત્યારે મને બહુ મજા આવે. તમારે કોઈ પ્રકારનો ડાયટ કન્ટ્રોલ નહીં કરવાનો એટલે એવા ટાઇમે મને બધું ખાવાનું મળે.
ADVERTISEMENT
ગોલ્ડન વર્ડ્સ
ધારો કે એજના કારણે તમારાથી વર્કઆઉટ ન થઈ શકે તો ઍટ લીસ્ટ ઓછામાં ઓછું પ્રિપેર્ડ થયું હોય એવું હેલ્ધી ફૂડ ખાવાનું શરૂ કરો.