ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં પોતાના પરના દબાણને હટાવવાનું શ્રેય યુવરાજ સિંહને આપતાં કહ્યું હતું કે ‘યુવરાજ જે રીતે બૉલને ફટકારી રહ્યો હતો. મને તેની સામે એવું લાગતું હતું કે હું કોઈ ક્લબનો બૅટ્સમૅન હોઉં. હું જ્યાં સુધી ૫૦ રન સુધી નહોતો પહોંચ્યો ત્યાં સુધી સરખી રીતે બૅટિંગ નહોતો કરી શક્યો. યુવરાજના આવ્યા બાદ તેણે મારા પરનું તમામ દબાણ હટાવી દીધું. તે જે રીતે રમી રહ્યો હતો એવું તે જ રમી શકે. તેણે યૉર્કર બોલમાં પણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પાકિસ્તાનને સંપૂર્ણપણે દબાણમાં લાવી દીધું તેમ જ મને બીજા છેડા પર ટકવા માટે સમય આપ્યો. તેના આઉટ થયા બાદ મેં મોરચો સંભાળ્યો. તેની ઇનિંગ્સે મૅચનું પાસું પલટાવી નાખ્યું હતું