Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૌરાષ્ટ્ર છેલ્લા બૉલે હાર્યું : જૅક્સનના ૧૩૪ રન એળે ગયા

સૌરાષ્ટ્ર છેલ્લા બૉલે હાર્યું : જૅક્સનના ૧૩૪ રન એળે ગયા

Published : 25 December, 2021 08:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં સૌરાષ્ટ્રએ ૮ વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા એમાં વિકેટકીપર શેલ્ડન જૅક્સનના ૧૩૪ રન હતા. ફાઇનલમાં હિમાચલનો મુકાબલો તામિલનાડુ સાથે થશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સૌરાષ્ટ્ર ગઈ કાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં જીતવા ફેવરિટ હતું, પરંતુ તામિલનાડુ છેલ્લા બૉલમાં જીતી ગયું હતું. વિજય શંકરના સુકાનમાં તામિલનાડુએ ૩૧૧ રનનો ટાર્ગેટ ૫૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે (૩૧૪/૮) મેળવી લીધો હતો. ઓપનર બાબા અપરાજિતે ૧૨૪ બૉલમાં ૧૨૨ રન અને તેના જોડિયા ભાઈ બાબા ઇન્દ્રજિતે ૫૦ તેમ જ વૉશિંગ્ટન સુંદરે ૭૦ તથા દિનેશ કાર્તિકે ૩૧ અને શાહરુખ ખાને ૧૭ રન બનાવ્યા હતા. ચેતન સાકરિયાનો પાંચ વિકેટનો તરખાટ પાણીમાં ગયો હતો. એ પહેલાં સૌરાષ્ટ્રએ ૮ વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા એમાં વિકેટકીપર શેલ્ડન જૅક્સનના ૧૩૪ રન હતા. ફાઇનલમાં હિમાચલનો મુકાબલો તામિલનાડુ સાથે થશે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2021 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK