Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘હીરો રૅટ્સ’ ભૂકંપના અસરગ્રસ્તોને બચાવવામાં મદદ કરશે

‘હીરો રૅટ્સ’ ભૂકંપના અસરગ્રસ્તોને બચાવવામાં મદદ કરશે

Published : 05 June, 2022 09:54 AM | IST | Tanzania
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉંદરને ઇનબિલ્ટ માઇક્રોફોન્સ સાથે નાનકડી બૅકપૅક પહેરાવવામાં આવે છે

હીરો રૅટ્સ

Offbeat

હીરો રૅટ્સ


ઉંદરો પર વૈજ્ઞાનિકો જાતજાતના પ્રયોગ કરતા હોય છે. જોકે તાન્ઝાનિયામાં થઈ રહેલો એક પ્રયોગ ખરેખર અલગ જ છે. અહીં ભૂકંપ દરમ્યાન અસરગ્રસ્તોને બચાવવા માટે ઉંદરોને ‘હીરો રૅટ્સ’ બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉંદરને ઇનબિલ્ટ માઇક્રોફોન્સ સાથે નાનકડી બૅકપૅક પહેરાવવામાં આવે છે, જેથી તેઓ અસરગ્રસ્તોને શોધવામાં રેસ્ક્યુ ટીમને મદદ કરી શકે.
બ્રિટિશ રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. ડોના ક્રીઅન તાન્ઝાનિયાના મોરોગોરામાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ટીમ ઇન-બિલ્ટ માઇક્રોફોન અને લોકેશન ટ્રૅકરની સાથે સ્પેશ્યલિસ્ટ બૅકપૅક તૈયાર કરી રહી છે, જેથી રેસ્ક્યુ ટીમ ભૂકંપના અસરગ્રસ્તો સાથે વાત કરી શકે. અત્યારે આ ટીમ કૃત્રિમ કાટમાળમાં ઉંદરને મોકલી રહી છે. અત્યાર સુધી સાત ઉંદરને તાલીમ અપાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 09:54 AM IST | Tanzania | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK