Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મુકેશ અંબાણી અને નીતા અંબાણી ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સાથે

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ પણ સાસુ નીતા અંબાણીને અનુસરી

ગઈ કાલે સાંજે બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની ફિયાન્સે રાધિકા મર્ચન્ટે પહેલી વખત સ્ટેજ પર સોલો આરંગેત્રમ કર્યું હતું. અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપરાંત તેમના મિત્રો તેમ જ કલારસિકો એને માણવા મોટી સંખ્યામાં હાજર હતા. મોટા ભાગના મહેમાનો સિલ્કની સાડી, શેરવાની અને  કુર્તાનાં પરંપરાગત વસ્ત્રોમાં હતા. અંબાણી અને મર્ચન્ટ પરિવાર દરેક મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. મુકેશભાઈ પૌત્ર પૃથ્વીને તેડીને ઊભા જોવા મળ્યા હતા. (તસવીરો : રાણે આશિષ)

06 June, 2022 08:51 IST | Mumbai
તસવીર સૌજન્ય: અથર્વ ફાઉન્ડેશનનું ફેસબુક પેજ

Khadi Mahotsav:બોરીવલી ખાદી ફેસ્ટિવલના બીજા દિવસે રેમ્પ પર ચમકી ખાદી, જુઓ તસવીરો

બોરીવલી વેસ્ટ ખાતે `ખાદી મહોત્સવ 2022`ના બીજા દિવસે અથર્વ સ્કૂલ ઑફ ફેશન એન્ડ આર્ટસ અને મુંબઈ ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ટ્રસ્ટ (કોરા કેન્દ્ર) દ્વારા આયોજિત ફેશન શોમાં અગ્રણી ડિઝાઇનરોએ ખાદીના નવીનતમ વલણો રજૂ કર્યા હતા.

29 May, 2022 08:40 IST | Mumbai
એક પુરુષ મચ્છરદાની અંદર આરામ ફરમાવી રહ્યો છે, તો બીજી તરફ મુંબઈ એરપોર્ટ પર એક મહિલા બાળક સાથે સેલ્ફી લઈ રહી છે. તસવીર/મિડ-ડે ફોટો ટીમ

Photos: બપોરે ઝોકું ખાવાથી લઈને સેલ્ફી લેવા સુધી, જુઓ મુંબઈની ઑફબીટ તસવીરો

આ તસવીરો જોઈ તમને પણ કદાચ કવિ નિરંજન ભગતની રચના `ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી! જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,વગર પિછાને મિત્રો જેવાં` યાદ આવી જશે...

08 May, 2022 09:16 IST | Mumbai
મમ્મી સાથે સેલ્ફી સાથે સેલિબ્રેટ કરો મધર્સ ડે

મમ્મી સાથે સેલ્ફી સાથે સેલિબ્રેટ કરો મધર્સ ડે

આઈ, માઈ, જનેતા, મા, બા, મમ્મી કે મૉમને સ્પેશ્યલ ફીલ કરાવવાનો દિવસ હતો મધર્સ ડેનો. ‘મિડ-ડે’ સાથે મળીને તમે તમારી મમ્મીને એક્સ્ટ્રા સ્પેશ્યલ ફીલ કરાવો. મમ્મી માટેની તમારી ફીલિંગ્સ વ્યક્ત કરો મિડ-ડેના માધ્યમથી.

08 May, 2022 04:44 IST | Mumbai
આરજે કરણ

RJ Karan : માત્ર ૧૩ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, કોલ સેન્ટરમાં કરતો નોકરી

આખું મુંબઇ જેને ‘આપડો કરણ’ (Aapdo Karan)ના નામે ઓળખે તે આરજે કરણ (RJ Karan)એ રેડિયો જૉકી બનવાનું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. વાંચીને લાગીને નવાઈ? ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથેની વાતચીતમાં આરજે કરણ મહેતા (RJ Karan Mehta)એ કહ્યું હતું કે, માત્ર ૧૩ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેણે પૈસા કમાવવા માટે મહેનત કરવાની શરુઆત કરી હતી. આરજે બન્યો તે પહેલાં શું કરતો હતો ‘આપડો કરણ’? એક સામાન્ય મુંબઇકરથી મુંબઇના એકમાત્ર ગુજરાતી આરજે બનવા સુધીની કરણની સફર વિશે જાણીએ.

02 May, 2022 08:00 IST | Mumbai
વર્ગો અને ટીમની તસવીરોનો કોલાજ

કાંદિવલીની સંસ્થા દ્વારા બે ગુજરાતી શાળામાં સ્પોકન ઇંગ્લિશના વર્ગો લેવાયા

મહારાષ્ટ્રમાં ગુજરાતી માધ્યમની શાળાઓ સાથે જોડાયેલી સંસ્થા મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા મલાડ પૂર્વની બે ગુજરાતી માધ્યમની શાળાઓમાં વેકેશન દરમિયાન સ્પોકન ઇંગ્લિશના વર્ગો લેવામાં આવ્યા હતા. આ ઉપક્રમ અંતર્ગત બંને શાળાના ૫૦૦થી વધુ બાળકો જોડાયા હતાં અને હસતાં-રમતાં અંગ્રેજી શીખ્યાં હતાં.

01 May, 2022 09:03 IST | Mumbai
ડાબેથી જમણે: મુંબઈમાં 2020 અને 2022માં હાજી અલી જંકશનનું દૃશ્ય

Mumbai: મહામારી ગઈ, માયાનગરી મુંબઈ ફરી ધમધમતી થઈ, જુઓ તસવીરો

કોરોના મહામારી આખરે હવે મુંબઈમાંથી પ્રસ્થાન કરી રહી હોય તેમ જણાય છે. મુંબઈમાં દૈનિક કોરોના દર્દીઓની સંખ્યા પણ 50થી નીચી છે અને તેને પગલે માસ્ક સહિતના નિયમો પણ રાજ્ય સરકારે પાછા ખેંચી લીધા છે. છેલ્લાં બે વર્ષમાં મહામારીની ત્રણ લહેર છતાં મુંબઈએ ફરી ખૂબ જ ઝડપથી પોતાની ઝડપ મેળવી લીધી છે. તો ચાલો જોઈએ લોકડાઉન અને તાજેતરના સમયગાળાની તસવીરો. (તસવીર સૌજન્ય: મિડ-ડે ફોટોગ્રાફર્સ)

30 April, 2022 09:08 IST | Mumbai
સમર કેમ્પની તસવીરોનો કોલાજ

ગુજરાતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની જ શાળાના બાળકો માટે રાખ્યો સમર કેમ્પ

એકંદરે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ શાળાને ભૂલી જતાં હોય છે, પરંતુ મુંબઈની ગુજરાતી શાળાના કેટલાક ભૂતપૂર્વઓએ આ વાતને ખોટી પૂરવાર કરી છે. મહારાષ્ટ્રમાં માતૃભાષાના માધ્યમની શાળાઓના ઉત્કર્ષ માટે કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠન સાથે જોડાયેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની જ શાળામાં સમર કેમ્પનું આયોજન કર્યું હતું. ઘાટકોપરની ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, કલ્યાણના માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય અને રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંગઠન સાથે મળી વિદ્યાર્થીઓ માટે કેમ્પ રાખ્યો હતો અને હસતાં-રમતાં વિવિધ વસ્તુઓ શીખવી હતી.

25 April, 2022 09:28 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK