Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમારા હાથ બાંધવામાં આવ્યા હતા, બ્લૅકમેઇલ કરાતા હતા

અમારા હાથ બાંધવામાં આવ્યા હતા, બ્લૅકમેઇલ કરાતા હતા

Published : 03 June, 2022 09:12 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમરાન ખાને પાકિસ્તાનની આર્મી પર શાબ્દિક હુમલા કર્યા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને હવે પાકિસ્તાનની આર્મીને ટાર્ગેટ કરી હતી સાથે જ તેમણે સ્વીકાર્યું હતું કે તેમની સરકાર નબળી હતી, જેને ચોતરફથી બ્લૅકમેઇલ કરવામાં આવતી હતી, કેમ કે ખરી સત્તા તેમના હાથમાં નહોતી.  


એપ્રિલમાં ઇમરાન ખાનની સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં હારી ગયા બાદ તેમણે પદ છોડવું પડ્યું હતું, જેના પછી તેમણે આરોપ મૂક્યો હતો કે અમેરિકાના દોરીસંચારથી તેમને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.



હવે બુધવારે એક ઇન્ટરવ્યુમાં ઇમરાનને તેમની વિરુદ્ધના અવિશ્વાસના પ્રસ્તાવની રાતની ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યું હતું.


જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘તેમની સરકાર સત્તા પર આવી હતી ત્યારે નબળી હતી અને તેમણે બીજી પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન રચવું પડ્યું હતું. જો ફરી એવી સ્થિતિ આવશે તો તેઓ ફરીથી ચૂંટણી યોજીને બહુમતી મેળવીને સરકારની રચના કરે કે પછી સત્તાની બહાર રહેવાનું પસંદ કરશે.’

તેમણે કહ્યું હતું કે ‘અમારા હાથ બાંધી દેવામાં આવ્યા હતા. અમને ચારેતરફથી બ્લૅકમેઇલ કરવામાં આવતા હતા. સત્તા અમારી પાસે નહોતી. દરેક જણ જાણે છે કે પાકિસ્તાનમાં સત્તા કોની પાસે રહેલી છે એટલા માટે અમારે તેમના પર આધાર રાખવો પડ્યો હતો.’ જોકે તેઓ અહીં કોનો ઉલ્લેખ કરી રહ્યા છે એના વિશે તેમણે સ્પષ્ટતાથી નહોતું કહ્યું. 


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2022 09:12 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK