Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બીજિંગમાં એક વ્યક્તિએ કોવિડના નિયમોની અનદેખી કરી ૫૦૦૦થી વધુ પાડોશીઓને કરાવ્યા ક્વૉરન્ટીન

બીજિંગમાં એક વ્યક્તિએ કોવિડના નિયમોની અનદેખી કરી ૫૦૦૦થી વધુ પાડોશીઓને કરાવ્યા ક્વૉરન્ટીન

Published : 31 May, 2022 09:11 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનની રાજધાની બીજિંગ અને શાંઘાઈમાં કોવિડ પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા હતા એવા સમયે આ વ્યક્તિ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

COVID-19

પ્રતીકાત્મક તસવીર


બીજિંગમાં કોવિડ-19ને અનુલક્ષીને લાગુ કરાયેલા ફરજિયાત આઇસોલેશનના નિયમનો ભંગ કરનારા એક વ્યક્તિ સામે ગુનાહિત તપાસ કરવામાં આવી રહી છે. કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરાતાં બીજિંગના અધિકારીઓને તેના ૫૦૦૦ કરતાં વધુ પાડોશીઓને સરકારી કે હોમ ક્વૉરન્ટીનમાં મૂકવાની ફરજ પડી હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.


ચીનની રાજધાની બીજિંગ અને શાંઘાઈમાં કોવિડ પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા હતા એવા સમયે આ વ્યક્તિ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાછળથી તેનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું ગાર્ડિયનમાં જણાવાયું હતું.



અધિકારીઓએ જણાવ્યા મુજબ લગભગ ૪૦ વર્ષની આસપાસની વયનો આ માણસ ૨૩ મેના જોખમી વિસ્તાર મનાતા શૉપિંગ પ્લાઝામાં ગયા બાદ તેને ઘરમાં જ એકાંતવાસમાં રહેવા જણાવાયું હતું. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આઇસોલેશનના સમય દરમ્યાન તે અને તેની પત્ની પૉઝિટિવ જાહેર થયાં એ પહેલાં તે અનેક વેળા બહાર ગયો હતો, જેને કારણે રોગના પ્રસારનું જોખમ વધી ગયું હતું. પરિણામે અધિકારીઓએ તેના બિલ્ડિંગમાં રહેતા ૨૫૮ લોકોને સરકારી ક્વૉરન્ટીનમાં તથા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં રહેતા ૫૦૦૦ કરતાં વધુ લોકોને ઘરમાં જ ક્વૉરન્ટીન થવા જણાવાયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2022 09:11 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK