Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Ahmedabad Crime: અમદાવાદમાં છડેચોક રિક્ષામાં જતી મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ

Ahmedabad Crime: અમદાવાદમાં છડેચોક રિક્ષામાં જતી મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ

Published : 31 May, 2022 07:42 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફાયરિંગ બાદ મહિલાને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સોમવારે રાત્રે એક આઘાતજનક ઘટના બની હતી. રિક્ષામાં જઈ રહેલી એક મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે મહિલા રિક્ષામાં બેસીને જય રહી હતી ત્યારે તેના બે અજાણ્યા બાઇકસવાર લોકોએ ફાયરિંગ કર્યું હતું.


છડેચોક થયેલા ફાયરિંગ બાદ મહિલાને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમદાવાદ પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ (Arms act) હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.



ઉપલબ્ધ માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક ફોન આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ પોલીસને આ ફાયરિંગની ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ જુહાપુરા પોલીસ અને સરખેજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.


ન્યૂઝ૧૮ના અહેવાલ મુજબ બનાવ બાદ સરખેજ પોલીસ અને જુહાપુરા પોલીસની હદને લઈને પર ચર્ચા ગરમાઈ હતી. અંતે જુહાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલાને ત્રણ લોકો પર શંકા હોવાથી પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

 


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2022 07:42 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK