અબ્દુલ કરીમ તેલગીનું પાત્ર ભજવવા માટે થિયેટર આર્ટિસ્ટ ગગન દેવ રિયારને પસંદ કરવામાં આવ્યો છે
અબ્દુલ કરીમ તેલગીનું પાત્ર ભજવવા માટે થિયેટર આર્ટિસ્ટ ગગન દેવ રિયારને પસંદ કરવામાં આવ્યા છે
‘સ્કૅમ ૧૯૯૨ : ધ હર્ષદ મેહતા સ્ટોરી’ બાદ હવે ‘સ્કૅમ ૨૦૦૩ : ધ તેલગી સ્ટોરી’ આવી રહી છે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ હવે ‘સ્કૅમ’ને એક ફ્રૅન્ચાઇઝીમાં બદલી રહ્યું છે. ફ્રૂટ-સેલર તેલગીની ભૂમિકા નિભાવવા માટે એક થિયેટર ઍક્ટરને પસંદ કરવામાં આવ્યો છે. પહેલી સીઝનમાં હર્ષદ મહેતાનું પાત્ર પ્રતીક ગાંધીએ ભજવ્યું હતું. જોકે બીજી સીઝનમાં નકલી સ્ટૅમ્પ પેપરનું સામ્રાજ્ય બનાવનાર અબ્દુલ કરીમ તેલગીનું પાત્ર ભજવવા માટે થિયેટર આર્ટિસ્ટ ગગન દેવ રિયારને પસંદ કરવામાં આવ્યો છે. આ સ્ટોરી કર્ણાટકના ખાનપુરમાં જન્મ લેનાર ફ્રૂટ-સેલર અબ્દુલ કરીમ તેલગીની છે. ઇન્ડિયાના સ્ટૅમ્પ-પેપર સ્કૅમ પાછળનો માસ્ટર માઇન્ડ બનવા સુધીની તેની સફરને આ શોમાં વણી લેવામાં આવશે. આ સ્કૅમ ઘણાં રાજ્યોમાં ચાલતું હતું. જર્નલિસ્ટ સંજય સિંહ દ્વારા લખવામાં આવેલી બુક ‘રિપોર્ટર કી ડાયરી’ પરથી પ્રેરિત થઈને ‘સ્કૅમ ૨૦૦૩’ને બનાવવામાં આવી રહી છે. આ શોને ડિરેક્ટ હંસલ મહેતા અને તુષાર હીરાનંદાની દ્વારા કરવામાં આવશે. મુકેશ છાબરા દ્વારા કાસ્ટિંગ કરવામાં આવેલા આ શોને સોની લિવ પર સ્ટ્રીમ કરવામાં આવશે.