Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મહેશ ભટ્ટની ફિલ્મમાં કામ કરવાની છે જાસ્મિન ભસીન

મહેશ ભટ્ટની ફિલ્મમાં કામ કરવાની છે જાસ્મિન ભસીન

Published : 05 June, 2022 12:41 PM | Modified : 05 June, 2022 03:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહેશ ભટ્ટની ફિલ્મમાં જાસ્મિન ભસીન કામ કરવાની છે. તે ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘દિલ સે દિલ તક’માં પણ જોવા મળી હતી.

જાસ્મિન ભસીન

જાસ્મિન ભસીન


મહેશ ભટ્ટની ફિલ્મમાં જાસ્મિન ભસીન કામ કરવાની છે. તે ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘દિલ સે દિલ તક’માં પણ જોવા મળી હતી. ત્યાર બાદ તે ‘બિગ બૉસ’માં પણ દેખાઈ હતી. મ્યુઝિક વિડિયોમાં દેખાયા બાદ તે હવે ​ફિલ્મમાં કરીઅર બનાવવા જઈ રહી છે. જાસ્મિનના ફૅન્સ પણ જાણે છે કે તે ગિપ્પી ગ્રેવાલની ‘હનીમૂન’ દ્વારા ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષે પચીસમી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. હવે તે મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ અનટાઇટલ ફિલ્મને મનીષ ચવાણ ડિરેક્ટ કરશે. ફિલ્મમાં અન્ય કયા કલાકારો હશે, ફિલ્મ કેવા પ્રકારની હશે એની માહિતી હજી નથી મળી, પણ એવું જાણવા મળ્યું છે કે જુલાઈના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. તેના કૅરૅક્ટર વિશે હજી નથી જાણવા મળ્યું. જાસ્મિનનો રોલ તેના ફૅન્સને સરપ્રાઇઝ આપશે. તે પણ આ ફિલ્મ માટે એક્સાઇટેડ છે અને તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK