Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુસાઇડના વિચાર આવતા હતા કાન્યે વેસ્ટને

સુસાઇડના વિચાર આવતા હતા કાન્યે વેસ્ટને

Published : 19 February, 2022 04:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકન રૅપર કાન્યે વેસ્ટે કબૂલાત કરી છે કે તેને સુસાઇડના વિચાર આવતા હતા

કાન્યે વેસ્ટ

કાન્યે વેસ્ટ


અમેરિકન રૅપર કાન્યે વેસ્ટે કબૂલાત કરી છે કે તેને સુસાઇડના વિચાર આવતા હતા. કાન્યે હાલમાં સોશ્યલ મીડિયામાં ચર્ચામાં રહ્યો હતો. તેની પત્નીએ ગયા વર્ષે તેની સાથે ડિવૉર્સ ફાઇલ કર્યા હતા. કિમ સાથેના કેટલાક પ્રાઇવેટ મેસેજ તેણે ઑનલાઇન શૅર કર્યા હોવાથી લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. લોકો કહી રહ્યા છે કે તું કિમને હૅરૅસ કરી રહ્યો છે એથી તેણે તમામ પોસ્ટ ડિલીટ કરીને કિમની માફી પણ માગી લીધી હતી. જોકે તેની હાલમાં નેટફ્લિક્સ પર ડૉક્યુમેન્ટરી ‘જીનયુસ : અ કાન્યે ટ્રાયોલૉજી’ રિલીઝ થઈ છે. ૨૦૧૮માં તેને સુસાઇડના વિચાર આવતા હતા. આ વિશે વાત કરતાં કાન્યેએ કહ્યું હતું કે ‘મારી પાસે ઘર હતું, પત્ની હતી, બાળકો હતાં અને બધું જ હતું છતાં મને સુસાઇડના વિચાર આવતા હતા. હું પેરકોસેટ્સ (પેઇનકિલર)નો ઍડિક્ટ થઈ ગયો હતો અને મને એનો અહેસાસ પણ નહોતો.’
આ ડૉક્યુમેન્ટરીના ડિરેક્ટર કુડીએ કહ્યું હતું કે ‘ટીવી પર કાન્યેને મેન્ટલ હેલ્થ વિશે વાત કરતો જોવો મુશ્કેલ હતું. તેઓ તેને ક્રેઝી કહી રહ્યા હતા, પરંતુ મને ખબર હતી કે તે મદદ માટે કહી રહ્યો હતો. કાન્યેએ ભૂતકાળમાં લોકો સાથે ખોટું કર્યું હશે, પરંતુ મને પહેલી વાર લાગ્યું હતું કે તેણે લોકોને ખોયા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2022 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK