Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ..તો મોર્ડન લવમાં જોવા મળી શકી હોત સ્કેમ 1992 ફેમ આ અભિનેત્રી, જુઓ ઓડિશન વીડિયો

..તો મોર્ડન લવમાં જોવા મળી શકી હોત સ્કેમ 1992 ફેમ આ અભિનેત્રી, જુઓ ઓડિશન વીડિયો

Published : 03 June, 2022 04:58 PM | Modified : 03 June, 2022 05:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મોર્ડન લવ: મુંબઈ સીરિઝના લાલીના પાત્ર માટે સ્કેમ 1992 ફેમ અંજલી બારોટે પણ ઓડિશન આપ્યું હતું. આ ઓડિશન તેમણે એક વર્ષ પહેલા આપ્યું હતું.

અભિનેત્રી અંજલી બારોટ

અભિનેત્રી અંજલી બારોટ


વેબ સીરિઝ `મોર્ડન લવ: મુંબઈ`ની ચારેબાજુ ખુબ ચર્ચા ચાલી અને દર્શકોએ તે સીરિઝને ખુબ માણી પણ. પરંતુ તમને ખબર છે, આ સીરિજમાં આપણને સ્કેમ ફેમ ગુજરાતી અભિનેત્રી અંજલી બારોટ જોવા મળી શક્યા હોત. હકીકતે, અંજલી બારોટે રાતરાની માટે લાલીના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું. જે તેમણે હાલમાં સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. 


મોર્ડન લવ: મુંબઈ સીરિઝના લાલીના પાત્ર માટે સ્કેમ 1992 ફેમ અંજલી બારોટે પણ ઓડિશન આપ્યું હતું. આ ઓડિશન તેમણે એક વર્ષ પહેલા આપ્યું હતું. ત્યારે તાજેતરમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર આ ઓડિશન શેર કર્યુ છે. સાથે સાથે તેમણે લાલીના રોલ માટે ફાતિમ શેખની પ્રશંસા પણ કરી છે. નોંધનીય છે કે મોર્ડન લવમાં લાલીનો રોલ દંગલ ગર્લ ફાતિમાએ કર્યો છે.  




અંજલીએ ઓડિશન શેર કરતાં પાત્ર પ્રત્યેની લાગણી પણ વ્યક્ત કરી છે. તેણીએ કહ્યું કે, `એક વર્ષ પહેલાં, મને મોર્ડન લવમાં રાતરાની માટે લાલીના પાત્ર માટે ઓડિશન આપવાની અદ્ભુત તક મળી હતી, જે પાછળથી એ વ્યક્તિ દ્વારા નિભાવવમાં આવ્યું, જેની હું હંમેશા પ્રશંસા કરું છું એવા ફાતિમા સના શેખ.`

અંજલી બારોટે વધુમાં કહ્યું હતું કે, `મેં સ્ક્રિપ્ટ વાંચી તે જ ક્ષણે મને આ પાત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. તેથી ઓડિશનમાં પણ પર્ફોમ કરવા માટે ખુબ જ ઉત્સાહિત હતી. લોકડાઉનને કારણે ઝુમ કોલ પર મેં ઓડિશન આપ્યું હતું. પરંતુ તે ક્ષણ મારા માટે ખુબ જ મહત્વની હતી, હું તે પળોને ક્યારેય નહીં ભુલી શકું. ` 


અહીં જુઓ ઓડિશન

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anjali Barot (@anjalibarotofficial)

અભિનેત્રીના આ ઓડિશન પર સોશિયલ મીડિયા પર લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે. આ સાથે જ પ્રતીક ગાંધી, અભિનેત્રી દીક્ષા જોશી સહિત કેટલાય કલાકારોએ અંજલીના ઓડિશનની પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે અંજલી બારોટને સ્કેમ 1992થી વધારે લોકપ્રિયતા મળી છે. તેમાં તેના કામની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. અંજલી બારોટની આગામી ફિલ્મ ચબુતરો છે. જેમાં તે અભિનેતા રોનક કામદાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2022 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK