05 June, 2022 01:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોંડલી ખુમાલો
સાઉથ આફ્રિકાના ૨૦ વર્ષના ક્રિકેટર મોંડલી ખુમાલોની ૨૯ મેએ સમરસેટના એક પબની બહાર મારપીટ થઈ હતી એને કારણે તે કોમામાં સરી પડ્યો હતો, પણ હવે તે કોમામાંથી બહાર
આવી ગયો છે. સમરસેટની એક હૉસ્પિટલમાં વિદેશી ખેલાડી તરીકે રમતો ખુમાલો ૬ દિવસ સુધી કોમામાં હતો. તે સાઉથ આફ્રિકા તરફથી અન્ડર-19 વર્લ્ડ કપમાં રમી ચૂક્યો છે. પબમાં ટીમના વિજયની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. પરિણામે તેના માથામાં ફ્રૅક્ચર આવ્યું હતું. જામી ગયેલા લોહીના ગઠ્ઠાને હટાવવા માટે સર્જરી પણ કરવામાં આવી હતી. શુક્રવારે પરિસ્થિતિમાં સુધારો થયો હતો અને તે કોમામાંથી બહાર આવ્યો હતો. તેણે ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ચાલતી મૅચ પણ જોઈ હતી. તેના પર હુમલો કરવા બદલ ૨૭ વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.