રૂટ અને સ્ટોક્સની લડત

05 June, 2022 12:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને જીત માટે ૨૭૭ રનનો પડકાર આપતાં પહેલી ટેસ્ટ મૅચ પહોંચી રસપ્રદ તબક્કામાં

કાઇલ જેમિસન

લૉર્ડસમાં રમાતી ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની મૅચ ત્રીજા દિવસે જ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ હતી. ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે સવારના સેશનમાં ૪૯ રનની અંદર જ છ વિકેટ ગુમાવતાં ઇંગ્લૅન્ડને આ ટેસ્ટ જીતવા માટે ૨૭૭ રનની જરૂર છે. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડ તરફથી કાઇલ જેમિસને આ લખાય છે ત્યાં સુધી ત્રણ વિકેટ ઝડપી હતી. તો સાઉધીએ પણ એક વિકેટ ઝડપતાં ઇંગ્લેન્ડે ૧૩૩ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ જો રૂટ (૩૩) અને કૅપ્ટન બેન સ્ટોક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે ૬૫ રનની પાર્ટનરશિપે યજમાન ટીમને આ મૅચ જીતવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. 
પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડ મજબૂત સ્થિતિમાં જણાતી હતી, પરંતુ નવો બૉલ લીધા બાદ પ​રિસ્થિતિ બદલાઈ હતી. માત્ર ૩૪ રનની અંદર જ છ વિકેટ પડી ગઈ હતી, જેમાં ઇંગ્લૅન્ડના અનુભવી બોલર જેમ્સ ઍન્ડરસન (૨૧ ઓવરમાં ૨ વિકેટ) અને સ્ટુઅર્ટ બોર્ડે (૨૬ ઓવરમાં ૩ વિકેટ) મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જ ૧૮૦ રનની પાર્ટનરશિપ કરનાર ડેરી મિશેલ (૧૦૮ રન) અને ટોમ બ્લન્ડેલ (૯૬ રન)ની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડે બહુ ઝડપથી વિકેટ ગુમાવી હતી. 

sports sports news cricket news test cricket england new zealand