06 June, 2022 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
જમ્મૂ અને કશ્મીરમાં હિંદુઓના ટારગેટ કિંલિંગ અને નાસી છૂટવા પર ચાલતા વિવાદ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. સામનામાં છપાયેલા લેખમાં બીજેપી પર આરોપ મૂકવામાં આવ્યો છે કે પાર્ટી આમ તો હિંદુત્વને બચાવવાનો રાગ આલાપે છે. પણ જ્યારે હિંદુત્વ પર સંકટ આવે છે તો તે એકદમ ચૂપ થઈ જાય છે. પાર્ટીના દિગ્ગજ નેતા મામલે મૌન સાધે છે. સામનામાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી ઘાટીમાં કામ કરવાનો દાવો કરી ચૂંટણીમાં જીત મેળવે છે. એવામાં તેમને આશ્ચર્ય થાય છે કે ત્યાંના લોકોની મુશ્કેલીથી સરકારને કેમ કોઈ ફેર નથી પડતો.
`મૌન સાધી બેઠાં છે દિલ્હીના માલિક`
સામનામાં કહેવામાં આવ્યું, "બીજેપી એક અજીબ રસાયણ છે. આ લોકો આમ તો રાષ્ટ્રીયતા તેમજ હિંદુત્વના મુદ્દે ગળું ફાળીને વાતો કરતા હોય છે. પણ જ્યારે હિંદુત્વ ખરેખર મુશ્કેલીમાં આવે છે તો મોંમાં મગ ભરેલા હોય તેમ ચૂપ બેઠેલા દેખાય છે. કાશ્મીર ઘાટીમાં હિંદૂ પંડિતોની હત્યા અને પલાયણ મામલે બીજેપી તેમજ તેમના દિલ્હીના માલિક મૌન સાધી બેઠા છે. મોદી સરકારનો આઠમો જન્મદિવસ બીજેપીવાળા દેશમાં ઉજવી રહ્યા છે. આઠ વર્ષના કાળખંડને ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે."
મુખપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "કાશ્મીરમાંથી 370 ખસેડાયું, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ, આતંકવાદીઓની કમર તોડી દેવાઇ વગેરે-વગેરે કહેવામાં આવી રહ્યું છે પણ આ ભજન-કીર્તન ચાલતું હું તે દરમિયાન જ કાશ્મીરની ઘાટીમાં લાગેલી આગ આ ઉત્સવી લોકોને ન લાગી, તેના પર આશ્ચર્ય થાય છે. જે સર્જિકલ સ્ટ્રાઇકના ગુણગાન ગવાઈ રહ્યા છે, તે સર્જિકલ સ્ટ્રાઇકને બતાવીને ચૂંટણી જીતી, પણ આજે કશ્મીરની અવસ્થા વધારે બગડી છે અને ત્યાં હિંદુઓની હત્યાની નદી વહી રહી છે. કાશ્મીરી પંડિત મરી રહ્યા છે. હિંદુઓએ સામુદાયિક પાલયણ શરૂ કરી દીધી છે. કશ્મીરી રસ્તા પર ઉતરીને પંડિતોનું સમૂહ ભાજપને અપશબ્દો અને શ્રાપ આપે છે."
`સામુદાયિક` કિલિંગ શીખવી
સામનામાં કહેવામાં આવ્યું, "સત્તાની આઠમી વર્ષગાંઠ ઉજવનારા હવે આ પંડિતોને દેશદ્રોહી કે પાકિસ્તાન પરસ્ત ન જાહેર કરે, બસ એનો ડર છે." 24 કલાકમાં અમને સુરક્ષિત સ્થળે પહોંચાડો નહીંતર કાશ્મીરમાં એક પણ હિંદુ નહીં બચશે. પંડિતોનો આ આક્રોશ ઉત્સવી રાજાના કાન સુધી પહોચ્યું છે, એવું દેખાતું નથી. સરકાર હવે શું કરે? કાશ્મીર ઘાટીમાં ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓને અટકાવવાને બદલે 177 પંડિત શિક્ષકોની બદલી સુરક્ષિત સ્થળે કરી દેવામાં આવી છે, એવું કહી રહ્યા છે. આ તો `રોગ કરતાં દવા વધારે ભયંકર` જેવું ઉદાહરણ છે. આથી `ટાર્ગેટ કિલિંગ` અટકાવવાને બદલે `સામુદાયિક` કિલિંગનો રસ્તો બતાવ્યો.
સામનામાં કહેવામાં આવ્યું, "હિંદુઓને કવચ આપવાને બદલે હિંદુ ભાગી જાય, તે માટે સરકાર ભાડાનાં ટ્રક અને બસની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. ધારો 3670 પણ ખસેડાયો. આગળ શું નવું થયુ? સર્જિકલ સ્ટ્રાઇકનો બૉમ્બ ચોક્કસ રીતે ક્યાં ફોડ્યો, એ પણ એક રહસ્ય છે. ધારો 370 ખસેડાયા બાદ કાશ્મીરમાં કેટલા લોકોએ જમીન ખરીદી? અમે તો કહીએ છીએ, બીજેપી અથવા સંઘ પોતાનું બીજું મુખ્યાલય કાશ્મીર ઘાટીમાં સ્થળાંતરિત કર્યા વગર `કાશ્મીર હમારા હૈ`, આના પર મોહર નહીં લાગે. કશ્મીરમાં હિંદુઓનું પલાયન જાળવાયા દરમિયાન એક પણ `માનો દીકરો` પંડિતોની મદદ માટે આગળ આવ્યો છે કે?"
કશ્મીરી પંડિતોને મહારાષ્ટ્ર આપશે આશરો
મુખપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "જ્ઞાનવાપી મસ્જિદ, તાજમહેલની નીચે શિવલિંગ શોધનારા, ગોહત્યા માટે મૉબ લિંચિંગ કરનારા તમામ નવા હિંદુત્વવાદી કાશ્મીરના હિંદુઓની હત્યા અંધ-બધિર બનીને જોઈ રહ્યા છે. એવા સમયે પંડિતોના સમર્થન માટે એકવાર ફરી મહારાષ્ટ્રમાંથી અવાજ આવ્યો છે." `કાશ્મીરી પંડિતોને મહારાષ્ટ્ર આશરો આપશે, જે જોઇશે તે બધું આપશે`, આવી 56ની છાતી અને દરિયાદિલી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બતાવીને `મહારાષ્ટ્રનો આધાર આ ભારત અને હિંદુઓને એ સાબિત કર્યું છે. મહારાષ્ટ્રે પંડિતોના આશરા માટે માર્ગ મોકળો કર્યો છે. શિવરાયના હિંદવી સ્વરાજ્યની આ જ પરંપરા છે.`