07 June, 2022 09:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હવે રેલવેપ્રવાસી દર મહિને ૨૪ ટિકિટ બુક કરાવી શકશે
ભારતીય રેલવેએ આઇઆરસીટીસી વેબસાઇટ અને ઍપ દ્વારા કરવામાં આવતી ઑનલાઇન ટિકિટ બુક કરવાની સંખ્યાને બમણી કરવાનો નિર્ણય લીધો હતો. આધાર લિન્ક ન હોય એવા યુઝર આઇડી દ્વારા મહિનામાં છ ને બદલે ૧૨ ટિકિટ તો આધાર લિન્ક યુઝર આઇડી માટે એક મહિનામાં ૧૨ ને બદલે ૨૪ ટિકિટ બુક કરી શકાશે. આ કૅટેગરી માટે શરત એ છે કે બુક કરાવવાની ટિકિટના મુસાફરોમાંથી કોઈ એક આધાર દ્વારા વેરિફાય થયેલો હોવો જોઈએ. હાલ આધાર લિન્ક ન હોય એવો યુઝર મહિનામાં છ તેમ જ આધાર લિન્ક થયેલો હોય એવો યુઝર ૧૨ ટિકિટ બુક કરી શકતો હતો.