બ્રિટનમાં શરૂ થઈ રાણીના શાસનની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી

03 June, 2022 09:25 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

તેમણે બ્રિટનની રાજગાદી પર ૭૦ વર્ષ વિતાવ્યાં છે

રાણીના શાસનની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનની પ્લૅટિનમ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. તે હાલ ૯૬ વર્ષનાં છે. તેમ જ તેમણે બ્રિટનની રાજગાદી પર ૭૦ વર્ષ વિતાવ્યાં છે. તેમણે માત્ર ૨૫ વર્ષની ઉંમરે રાજગાદી સંભાળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાણી લંડનના બકિંગહૅમ પૅલેસની બાલ્કનીમાં દેખાયાં હતાં. બ્રિટનના પ્રિન્સ હૅરી તેમ જ તેની પત્ની મેગને પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. શાહી પરિવારના અન્ય સભ્યોએ ગઈ કાલે સવારે ટ્રુપિંગ ધ કલર ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. પૅલેસમાંથી ત્રણ ગાડીઓ શાહી પરિવારના સભ્યોને લઈને નીકળી હતી. 

international news england queen elizabeth ii