ચાર ભારતીયો સહિત 22 મુસાફરોને લઈ જતું નેપાળનું વિમાન એકાએક ગુમ થયું

29 May, 2022 01:10 PM IST  |  Kathmandu | Gujarati Mid-day Online Correspondent

સરકારી ટેલિવિઝન અનુસાર, આ પ્લેનમાં કુલ 22 મુસાફરો હતા, જેમાં ચાર ભારતીય, ત્રણ જાપાની અને બાકીના નેપાળી નાગરિકો હતા. પ્લેનમાં ક્રૂના ત્રણ સભ્યો સવાર હતા.

પ્રતીકાત્મક તસવીર

નેપાળની ખાનગી એરલાઇન તારા એરની એક ફ્લાઈટ રવિવારે ગુમ થઈ ગઈ હતી. આ ફ્લાઈટનો ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. એરલાઈન્સના અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે. તારા એરના આ નાના પેસેન્જર પ્લેનમાં કુલ 22 મુસાફરો હોવાનું જાણવા મળે છે, જેમાંથી ચાર ભારતીય હોવાનું કહેવાય છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, બે એન્જિનવાળી તારા એર 9 NAET પોખરાથી જોમસોમ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં તેનો કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

સરકારી ટેલિવિઝન અનુસાર, આ પ્લેનમાં કુલ 22 મુસાફરો હતા, જેમાં ચાર ભારતીય, ત્રણ જાપાની અને બાકીના નેપાળી નાગરિકો હતા. પ્લેનમાં ક્રૂના ત્રણ સભ્યો સવાર હતા.

રાજધાની કાઠમંડુથી 80 કિમી ઉત્તર-પશ્ચિમમાં, સ્થાનિક સમય મુજબ સવારે 9.55 વાગ્યે વિમાન પ્રવાસી હોટસ્પોટ પોખરાથી જોમસોમ માટે ઊડ્યું હતું, પરંતુ મુસ્તાંગના ટેકઆઉટ વિસ્તારમાં પહોંચ્યા પછી સંપર્ક તૂટી ગયો હતો.

મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે આ વિમાનને મસ્તાંગ જિલ્લાના જોમસોમ ખાતે આકાશમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ તે ધૌલાગિરીના પહાડો તરફ વળ્યું હતું અને ત્યારથી તેના વિશે કંઈ જાણવા મળ્યું નથી.

ન્યૂઝ એજન્સી અનુસાર, નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફણીન્દ્ર મણિ પોખરાલે જણાવ્યું કે ગૃહ મંત્રાલયે ગુમ થયેલા વિમાનને શોધવા માટે તાત્કાલિક બે ખાનગી હેલિકોપ્ટર મોકલ્યા છે. સર્ચ ઓપરેશન માટે નેપાળ આર્મીનું હેલિકોપ્ટર પણ તહીનાટ કરવામાં આવી રહ્યું છે.

મુસ્તાંગ જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી રામ કુમાર દાનીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે નેપાળી સેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર લઈને તે મસ્તાંગ માટે રવાના થઈ ગયું છે, આશંકા છે કે આ પ્લેન અહીં ક્રેશ થયું છે.

international news nepal