GSEB Result: ધોરણ 10નું પરિણામ 65.18 ટકા, જાણો કયા જિલ્લાએ મારી બાજી

06 June, 2022 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકે છે, કુલ પરિણામ 65.18 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ સુરતમાં 75.64 ટકા આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ પાટણમાં 54.29 આવ્યું છે. 

રાજ્યમાં કુલ 7,72,771 વિદ્યાર્થીઓઅ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,03,726 પરીક્ષાર્થીઓએ આ પરિક્ષા પાસ કરી છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ શહેરનું 63.18% અને ગ્રામ્યનું 63.98% પરિણામ આવ્યું છે. વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં 37758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.રાજકોટ જિલ્લાનું પરિણામ 72.86 ટકા આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે . આ સાથે જ આ કેન્દ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. 

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધોરણ 10ની પરીક્ષામાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરતાં કહ્યું કે જીવનની તમામ કસોટીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા

 

gujarat news surat Education