લચી પડેલાં બ્રેસ્ટને ટાઇટ કરવા શું કરવું?

07 June, 2022 10:50 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બીજી ડિલિવરીને પણ અઢી વર્ષ થઈ ગયાં છે, છતાં મારાં બ્રેસ્ટ નાનાં નથી થતાં. મારા હસબન્ડને પણ એ નથી ગમતું એટલે તે એક ઑઇલ લાવ્યા જે સ્તનને સંકોચે છે અને કડક બનાવે છે. તેમને ફોરપ્લે દરમ્યાન બ્રેસ્ટ ચૂસવાની, પ્રેસ કરવાની આદત છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૯ વર્ષ છે, મૅરેજને સાત વર્ષ થયાં છે. મારાં બ્રેસ્ટની સાઇઝ મોટી છે, વળી સાવ ઢીલાં લાગે છે. પ્રેગ્નન્સી વખતે તો બ્રેસ્ટની સાઇઝ જરા વધુપડતી જ મોટી થઈ ગઈ હતી. બે બાળકોને મેં માંડ છ-છ મહિના બ્રેસ્ટ-ફીડ કરાવેલું. એ પછી મને દુખાવો ખૂબ થતો, ફિગર પણ સારું નહોતું લાગતું અને બાળકોની જરૂરિયાત વધારે હતી એટલે તેમને બહારના દૂધ પર વહેલાં લગાવી દીધેલાં. બીજી ડિલિવરીને પણ અઢી વર્ષ થઈ ગયાં છે, છતાં મારાં બ્રેસ્ટ નાનાં નથી થતાં. મારા હસબન્ડને પણ એ નથી ગમતું એટલે તે એક ઑઇલ લાવ્યા જે સ્તનને સંકોચે છે અને કડક બનાવે છે. તેમને ફોરપ્લે દરમ્યાન બ્રેસ્ટ ચૂસવાની, પ્રેસ કરવાની આદત છે. શું ચૂસવાને કારણે બ્રેસ્ટ ઢીલાં થઈ જાય? ત્રણ મહિનાથી હું ઑઇલનું માલિશ કરું છું, પણ ફરક નથી પડ્યો.
ઘાટકોપર

એક વાત મનમાંથી કાઢી નાખો કે બ્રેસ્ટ ચૂસવાથી એના શેપમાં કે કડકપણામાં કોઈ ફરક નથી પડતો. સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમ્યાન બ્રેસ્ટ ભરાય છે અને બ્રેસ્ટ-ફીડ નિયમિત કરાવવાથી તેમ જ યોગ્ય ફિટિંગવાળી બ્રૅસિયર પહેરી રાખવાથી ફરી પાછા નૉર્મલ થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આપણે ત્યાં ૫૦ ટકાથી પણ વધુ મહિલાઓ ખોટા માપની બ્રા પહેરે છે. બ્રેસ્ટ મોટાં હોય ત્યારે એને નીચેથી પૂરતો સપોર્ટ મળવો જરૂરી છે. યોગ્ય સપોર્ટ ન મળે એવી બ્રૅસિયર લાંબો સમય પહેરવાથી એ લચી પડે છે. ઘણી વાર બ્રેસ્ટ નાનાં દેખાડવા માટે વધુપડતી ફિટ બ્રૅસિયર પહેરે છે જે ખોટું છે. ખાસ કરીને હેવી બ્રેસ્ટ ધરાવતી મહિલાએ નીચેથી સપોર્ટ મળે એવી ન વધુ ફિટ, ન ઢીલી એવી બ્રૅસિયર પહેરવી જોઈએ. 
બ્રેસ્ટને સુડોળ બનાવવા કે સંકોચવા માટે બજારમાં મળતી કોઈ દવા-મલમ હજી સુધી અસરકારક સાબિત નથી થયાં એટલે એ ચીજો પાછળ ખર્ચ કરવો વ્યર્થ છે. અપર બૉડી એટલે કે ખભા, બાવડાં, બૅક અને છાતીના સ્નાયુઓ કસાય એવી એક્સરસાઇઝ કરશો તો ફરક દેખાશે. યોગમાં પણ અનેક એવા આસન છે જે બ્રેસ્ટને સ્ટ્રેચ કરવામાં અસરકારક પુરવાર થયા છે. આ ઉપરાંત યોગ્ય માપની ફિટિંગવાળી બ્રૅસિયર પહેરવાની આદત રાખશો તો તમારી તકલીફમાંથી તમને રાહત મળશે.

sex and relationships columnists